ICAI CA September Result 2025: દેશમાં ટૉપ કરનાર મુકુંદે મેળવ્યા સોમાંથી સો ટકા

નવી દિલ્હીઃ એક સમયે ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવું ડોક્ટર બનવા કરતા પણ અઘરું માનવામા આવતું અને પાસિંગ પર્સન્ટેજ વધીને દોઢ કે બે ટકા રહેતું, આથી પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી રહેતી. વર્ષ 2025માં આવેલા પરિણામાં સીએ ગ્રુપ-1નું પરિણામ 24.66 ટકા, ગ્રુપ-2નું પરિણામ 25.26 ટકા અને બન્ને ગ્રુપનું પરિણામ 16.23 ટકા આવ્યું છે. વધારે રસપ્રદ વાત એ છે કે આખા દેશમાં ટૉપ કરનારા મધ્ય પ્રદેશના મુંકુદ એજીવાલે સોમાંથી સો માર્ક્સ મેળવ્યા છે. તેના બાદ તેજસ મુંદડા અને બકુલ ગુપ્તા બીજા અને ત્રીજા ક્રમાંકે આવ્યા છે.
આજે સીએની ફાઉન્ડેશન એક્ઝામનું પણ પરિણામ જાહેર થયું છે. આ સત્રમાં ફાઉન્ડેશન એક્ઝામમાં ૯૮,૮૨૭ ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી ફક્ત ૧૪,૬૦૯ પાસ થયા હતા, જે કુલ પાસિંગ પર્સન્ટેજ ૧૪.૭૮% દર્શાવે છે. છોકરાઓની પાસ થયાની ટકાવારી ૧૫.૭૪% છે અને છોકરીઓની ૧૩.૭૬% છે. છોકરીઓ છોકરાઓ કરતા થોડી પાછળ છે. જોકે ટૉપ રેંક છોકરીને ફાળે ગયો છે. ચેન્નાઈની એલ રાજલક્ષ્મી ૩૬૦ ગુણ ૯૦% ટકા સાથે ઓલ ઈન્ડિયા ટોપર રહી છે. જ્યારે પ્રેમ અગ્રવાલ ૩૫૪ અને નીલ રાજેશ શાહ ૩૫૩ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.
આપણ વાંચો: કાશ્મીરમાં IHPL ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો રાતોરાત ભાગી ગયા! ખેલાડીઓ અને અમ્પાયરો ફસાયા



