ICAI CA મે 2025 પરિણામ જાહેર: સીએ ફાઇનલના ટોપર સાથે સંપૂર્ણ યાદી જુઓ…

નવી દિલ્હીઃ મે મહિનાની સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની ઇંતજારીનો અંત આવ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એટલે કે ICAI એ ત્રણેય પરીક્ષાઓના પરિણામો એકસાથે જાહેર કર્યા અને ટોપર્સની યાદી પણ જાહેર કરી. અગાઉ ICAIએ જાહેરાત કરી હતી કે ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ આજે બપોરે 2 વાગ્યે અને ફાઉન્ડેશનનું પરિણામ સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ પરિણામો વહેલા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ઉમેદવારો પોતાના પરિણામો ICAIની સત્તાવાર વેબસાઇટ icai.nic.in, icaiexam.icai.org અને caresults.icai.org પર ચકાસી શકે છે.
કોણ બન્યા છે ટોપર્સ?
વૃંદા અગ્રવાલ મે 2025માં CA ફાઉન્ડેશનની ટોપર બની છે. તેણે 400માંથી 362 માર્ક મેળવ્યા છે. દિશા અનીશ ગોખરુ CA ઇન્ટરમીડિયેટની ટોપર બની છે અને રાજન કાબરા CA ફાઇનલના ટોપર બન્યા છે. રાજન કાબરાએ 600માંથી 516 ગુણ મેળવ્યા છે. કુલ 14,247 ઉમેદવારોએ CA ફાઇનલ પરીક્ષા પાસ કરી છે.
નવેમ્બર 2024ની CA ફાઇનલ પરીક્ષામાં કુલ 30,763 ઉમેદવારોમાંથી ફક્ત 4,134 જ પાસ થઈ શક્યા, એટલે કે તેમની પાસિંગ ટકાવારી 13.44 ટકા હતી. બંને ગ્રુપમાં પાસ થયા બાદ કુલ 11,500 ઉમેદવારો સીએ ડિગ્રી માટે લાયક ઠર્યા હતા. ગ્રુપ એકમાં, 66,987 ઉમેદવારોમાંથી 11,253 (16.8 ટકા) પાસ થયા, જ્યારે ગ્રુપ 2 માં, 49,459 ઉમેદવારોમાંથી 10,566 (21.36 ટકા) પાસ થયા છે.
પરિણામ કેવી રીતે ચેક કરવું?
ICAI ની સત્તાવાર વેબસાઇટ icai.nic.in ની મુલાકાત લો. ત્યાર પછી હોમપેજ પર ICAI CA મે 2025 પરિણામ લિંક પર ક્લિક કરો. લોગ ઈન કરવા માટે તમારો રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબર દાખલ કરો. જરૂરી વિગતો સબમિટ કરો અને તમારું CA મે 2025 પરિણામ સ્ક્રીન પર દેખાશે. તમે રિઝલ્ટ ડાઉનલોડ પણ કરી શકો છો.
- સીએ ફાઉન્ડેશન મે 2025 ટોપર્સની યાદી
વૃંદા અગ્રવાલ- 90.5 ટકા (400માંથી 362 માર્ક)
યદનેશ રાજેશ નારકર- 89.5 ટકા (400માંથી 359 માર્ક)
શાર્દુલ શેખર વિચારે- 89.5 ટકા (400માંથી 358 માર્ક) - સીએ ઇન્ટરમીડિયેટ મે 2025 ટોપર્સ લિસ્ટ
દિશા અનિશ ગોખરુ- 85.5 ટકા (600 માંથી 513 ગુણ)
દેવિદાન યશ સંદીપ- 83.83 ટકા (600 માંથી 503 ગુણ)
યામીશ જૈન/નિલય ડાંગી- 83.67 ટકા (600 માંથી 502 ગુણ) - CA ફાઇનલ મે 2025 ટોપર્સ લિસ્ટ
રાજન કાબરા- 86 ટકા (600 માંથી 516 ગુણ)
નિષ્ઠા બોથરા- 83.83 ટકા (600 માંથી 503 ગુણ)
માનવ રાકેશ શાહ- 82.17 ટકા (600 માંથી 493 ગુણ)