ટોપ ન્યૂઝનેશનલ

ICAI CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ 2024ના પરિણામ થયા જાહેર

CA ની પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા, ICAIએ સત્તાવાર વેબસાઈટ પર આજે 30 ઑક્ટોબર, 2024ના રોજ CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. સપ્ટેમ્બરમાં લેવાયેલી ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાના વિદ્યાર્થીઓ icai.nic.in પર તેમના પરિણામો તપાસી અને ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને CA પરિણામો ઓનલાઈન તપાસવા અને ડાઉનલોડ કરવા માટે તેમના રોલ નંબર અને પાસવર્ડની જરૂર પડશે. ખાસ વાત એ છે કે આ વખતે CA ઇન્ટરમીડિયેટની ટોચની ત્રણેય રેન્કર મહિલા છે. CAનો વ્યવસાય કેવી રીતે બદલાઈ રહ્યો છે તેનો આ એક શક્તિશાળી સંકેત છે.

Also read: ISKCON Rath Yatra: અમેરિકામાં રથયાત્રાની તૈયારીમાં ઇસ્કોન,પુરી મંદિર પ્રશાસનનો વિરોધ


CA ફાઉન્ડેશનની પરીક્ષા 13, 15, 18 અને 20 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી અને CA ઇન્ટરમિડિયેટ ગ્રૂપ 1 ની પરીક્ષા 12, 14 અને 17 સપ્ટેમ્બરે લેવામાં આવી હતી. CA ઇન્ટર ગ્રૂપ 2 ની પરીક્ષા 19, 21 અને 23 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી.

ICAI CA ફાઉન્ડેશન, ઇન્ટર રિઝલ્ટ 2024 કેવી રીતે ડાઉનલોડ કરશોઃ

  • આ માટે તમારે પહેલા icai.nic.in ની મુલાકાત લેવી પડશે.
  • CA ફાઉન્ડેશન અથવા ઇન્ટર રિઝલ્ટ લિંક પર ક્લિક કરો
  • તમારો રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો
  • પરિણામ જોવા માટે સબજોવા મળશે
  • વિગતોને ક્રોસ-ચેક કરો અને તેને ડાઉનલોડ કરો
  • તેનો પ્રિન્ટઆઉટ લો.

Also read: દિલદાર અક્ષય કુમારે એક કરોડનું દાન કર્યુ એ પણ વાનરો માટે

ICAI CA ગ્રુપ 1 ની પરીક્ષા હવે 3 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે ગ્રૂપ 2 ની પરીક્ષા 9 નવેમ્બરથી શરૂ થશે. આ પરીક્ષા આપનારાઓએ વધુ અપડેટ્સ અને માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પર તપાસ કરવાની સલાહ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker