નેશનલ

મુખ્ય સચિવ કક્ષાની આઈએએસ અધિકારીએ પણ સહન કરવા પડે છે શ્યામ ત્વચા માટે મ્હેણાટોણા…

અર્નાકુલમઃ હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ…આ ગીત ભલે સાંભળતા સમયે ગમે, પરંતુ હજુ કાળા કે શ્યામરંગના લોકો પ્રત્યેનો લોકોનો અણગમો લગભગ એમ નો એમ જ છે. ઘણીવાર મોટી મોટી વાતો કરવામાં આવે છે કે તમારો સ્વભાવ, શિક્ષણ, વ્યક્તિત્વ તમારા રંગરૂપને ઝાંખા પાડી દે છે, ભલેને તમે સુંદર ન હોવ, પણ જો તમારું હૃદય સુંદર હશે, વર્તન સારું હશે તો લોકો ચોક્કસ તમને માન સન્માન અને પ્રેમ આપશે.

આ પણ વાંચો: T-Seriesએ કુનાલ કામરાને મોકલી નોટિસ, તો કોમેડિયને આપ્યો આવો જવાબ…

આવી વાતો મોટીવેશનલ સ્પીચમાં જ સારી લાગતી હોય છે, પણ હકીકત ઘણીવાર ભયાનક હોય છે. આવી જ એક વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જ્યાં કેરળમાં એડમિનિસ્ટ્રેશનમાં સૌથી ટોચ પર બેસેલી મહિલાએ કહ્યું છે કે મારી ત્વચા કાળી હોવાને લીધે આ પદ પર બેસ્યા પછી પણ હું ભેદભાવ અને મ્હેણાટોણાનો સામનો કરું છું.

આ વાત છે કેરળના મુખ્ય સચિવ શારદા મુરલીધરણની (Sarada Muraleedharan). શારદાએ પોસ્ટમાં લખ્યું હતું કે મહિલા અધિકારી તરીકે આદેશોને અમલમાં મૂકવાના અઘરા હોય છે અને તેમાં પણ જો તમારી ત્વચા કાળી હોય તો વધારે અઘરું છે.

આ અંગે તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ભારતમાં ચામડીના રંગ મામલે જે માનસિકતા છે તે ખૂબ જ ઊંડી છે. ત્વચાના રંગને જાતિ સાથે જોડવામાં આવે છે અને નિમ્ન જાતિના લોકોને હજુ પણ કાળા કહીને જ બોલાવવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે પહેલા લોકોને લાગતું કે હું મલિયાલી નથી, ત્યારબાદ મારા નામને લીધે મને ઉચ્ચ જ્ઞાતિના માનતા હતા, પણ જ્યારે મારો ચહરો જોતા ત્યારે વિચારમાં પડી જતા હતા.

ભારતમાં ઉજળી ચામડીવાળાને હોશિયાર અને બુદ્ધીમાન જ માનવામાં આવે છે ત્યારે કાળી ત્વચાવાળાને નીચી નજરથી આજે પણ જોવામાં આવે છે. તેમણે કહ્યું કે મારા કાર્યાકાળને કાળો કહેવામાં આવ્યો અને મારા પતિના કાર્યકાળને સફેદ કહેવામાં આવ્યો. મારા વિશે એવી ટીપ્પણી થતી કે મારો કાર્યકાળ મારા જેવો જ કાળો છે.

આ પણ વાંચો: યુપીના ઉર્જા પ્રધાનના ભાષણ દરમિયાન જ વીજળી જતી રહી, અધિકારીઓ સસ્પેન્ડ

જોકે પોતાનો રંગ કાળો હોવાનો તેમને અફસોસ નથી. તેમમે કહ્યું કે મારા રંગ માટેની ટીપ્પણી હુ નાનપણથી સાંભળતી આવી છું એટલે મારા માટે આ નવું નથી, પણ કાળો રંગ બ્રહ્માંડનો છે અને તે પોતાનામાં કેટલીય શક્તિને સમેટીને બેઠો છે.
1990ની બેચની આઈએએસ શારદા મુરલીધરણ ઘણા ઊંચા પદ પર કામ કરી ચૂક્યાં છે. તેમના પતિ વી. વેણુ નિવૃત થયા અને હવે તેઓ આ પદ સંભાળી રહ્યા છે. કોઈપણ રાજ્યનું મુખ્ય સચિવ પદ સંભાળવું સહેલું હોતું નથી ત્યારે આ પદે પહોંચેલી વ્યક્તિને જો તેમનાં રંગરૂપથી પરખવામાં આવે તો તે આપણા સૌની બૌદ્ધિક દરિદ્રતા માત્ર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button