નેશનલ

ભોપાલમાં પહેલી સંયુક્ત રેલી કરશે I.N.D.I.A. ગઠબંધન…

નવી દિલ્હી: દિલ્હીમાં શરદ પવારના નિવાસસ્થાને I.N.D.I.A. મહાગઠબંધનની સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ નવા વિપક્ષી ગઠબંધનની પ્રથમ સંયુક્ત રેલી મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાશે. આ રેલી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં નીકળશે. જેનો મતલબ છે કે વિપક્ષી ગઠબંધનની નજર પણ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર જ છે.

I.N.D.I.A.ની આ મહાગઠબંધનની બેઠકમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ વતી મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીની સાથે શરદ પવાર (એનસીપી), કેસી વેણુગોપાલ (કોંગ્રેસ), ટીઆર બાલુ (ડીએમકે), તેજસ્વી યાદવ (આરજેડી), સંજય રાઉત (શિવસેના, ઉદ્ધવ જૂથ), સંજય ઝા (જેડીયુ), હેમંત સોરેન (જેએમએમ) , રાઘવ. ચઢ્ઢા (AAP), ડી રાજા (CPI), ઓમર અબ્દુલ્લા (નેશનલ કોન્ફરન્સ), મહેબૂબા મુફ્તી (PDP) અને જાવેદ અલી (SP) ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક બાદ I.N.D.I.A. ગઠબંધન તરફથી સંયુક્ત નિવેદન આવ્યું છે. જેમાં 12 પક્ષોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગઠબંધનના સભ્ય પક્ષો આ અંગે ચર્ચા કરીને ટૂંક સમયમાં સીટ વહેંચણીનો નિર્ણય પણ લેશે. આ ઉપરાંત ગઠબંધન દેશના વિવિધ ભાગોમાં સંયુક્ત રીતે રેલીઓ પણ કરશે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ભોપાલમાં આવી પ્રથમ રેલી યોજાશે. જેમાં વધતી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર પર ભાજપ સરકારને ઘેરવામાં આવશે.

બેઠકમાં સામેલ પક્ષોએ નક્કી કર્યું છે કે તેઓ જાતિની વસ્તી ગણતરીને સમર્થન આપશે. નોંધનીય છે કે બિહારમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button