
સમાજવાદી પાર્ટીના અગ્રણી નેતા આઝમ ખાન, તેમની પત્ની અને પુત્રને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશની રામપુર જેલમાં બંધ છે. ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથના શાસનમાં દરેક અપરાધીઓ ફફડી રહ્યા છે. તેમને ડર સતાવી રહ્યો છે કે આજે ક્યાં તો કાલે તેમની ધરપકડ થશે અને તેમનું એન્કાઉન્ટર કરવામાં આવશે. સમાજવાદી પાર્ટીના અગ્રણી નેતા આઝમ ખાનનો ઇતિહાસ પણ કલંકિત છે અને કોર્ટે તેમને સાત વર્ષની સજા ફટકારી છે. એવા સંજોગોમાં તેમને પણ એન્કાઉન્ટરનો ડર સતાવી રહ્યો છે.
વાત એમ હતી કે સપાના નેતા આઝમખાનની ગણના સપાના મજબૂત નેતાઓમાં થાય છે. સપામાં તેમનો દબદબો પણ ભારે છે. હાલમાં જ તેમને, તેમના પુત્રને અને તેમની પત્નીને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે અને તેઓ રામપુર જેલમાં બંધ છે. આજે રામપુર જેલમાંથી સીતાપુર જેલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન તેણે કેમેરા પર કહ્યું- અમારું એન્કાઉન્ટર થઈ શકે છે. આજે સવારે સાડા પાંચ વાગે તેમને જેલની બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમને અન્ય જેલમાં ખસેડવામાં આવી રહ્યા છે. તેમને અને તેમના પુત્રને શિફ્ટિંગ માટે અલગ અલગ વાહનોમાં લઇ જવામાં આવ્યા હતા. આ જોઇને આઝમખાન ફફડી ગયો હતો અને ત્યાં હાજર લોકોને જણાવ્યું હતું કે મારુ એન્કાઉન્ટર થઇ શકે છે. જોકે, આઝમખાનને સીતાપુરની જેલમાં અને તેમના પુત્ર અબ્દુલ્લાહ આઝમને હરદોઇની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમની પત્નીને રામપુર જેલમાં જ રાખવામાં આવી છે.
જોકે, આ પહેલી વાર નથી કે આઝમ ખાનને એન્કાઉન્ટરનો ડર સતાવી રહ્યો છે. આ પહેલા પણ તેણે ઘણી વખત એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરી છે. એન્કાઉન્ટરથી તે એટલો ભયભીત છે કે તેણે પોલીસ વાનમાં વચ્ચે બેસવાનો પણ ઇનકાર કરી દીધો હતો. પૂર્વ વિધાનસભ્ય અબ્દુલ્લા આઝમ સામે 2019માં બે જન્મ પ્રમાણપત્રનો કેસ નોંધવામાં આવ્યો હતો. નોંધનીય છે કે બીજેપી ધારાસભ્ય આકાશ સક્સેનાએ આઝમ ખાન સામે ગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.