નેશનલવિધાનસભા સંગ્રામ

‘મેં તો પહેલા જ તેમને ચેતવ્યા હતા…’ ગહેલોતના OSDએ કર્યો ચોંકાવનારો ખુલાસો

જયપુર: રાજસ્થાનમાં ભાજપ બંપર જીત તરફ આગળ વધી રહી છે. પાંચ વર્ષ સત્તા ભોગવ્યા બાદ કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. સીએમ ગહેલોતે હાર સ્વીકારીને જનાદેશને માથે ચડાવ્યો છે પરંતુ તેમના OSDએ એક મીડિયા સંસ્થા સાથેની વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેના પરથી એવું લાગે છે કે આ હાર કદાચ ટાળી શકાઇ હોત.

અશોક ગહેલોતના OSD એટલે કે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી લોકેશ શર્માએ જણાવ્યું હતું કે તેમને પહેલેથી જ હારનો અંદેશો હતો. તેમણે ચૂંટણીના પાંચ-છ મહિના પહેલા જ રાજ્યમાં એન્ટી ઇન્કમબન્સીની સ્થિતિનો રિપોર્ટ ગહેલોતને સોંપ્યો હતો. ”મને પહેલેથી જ હારનો અંદેશો હતો, મેં પાંચ-છ મહિના પહેલાથી જ સીએમ અશોક ગહેલોતને રિપોર્ટ આપી દીધો હતો કે રાજ્યમાં એન્ટી ઇન્કમ્બન્સીની સ્થિતિ છે.”

લોકેશ શર્માએ આગળ જણાવ્યું,”મુખ્યપ્રધાન એ લોકોને ટિકિટ આપવા પર અડગ હતા. હું ધર્મેન્દ્ર રાઠોડને મળ્યો હતો. મેં તેમની સાથે વાત કરી હતી. મેં તેમને કહ્યું હતું કે અશોક ગેહલોતની આસપાસ ખુશામતખોરોની ભીડ છે. તેમને સત્ય જણાવનારાઓને દૂર કરવામાં આવી રહ્યા હતા. મને પણ સીએમ ગેહલોતથી દૂર કરવામાં આવી રહ્યો હતો. સીએમની આસપાસ એવા લોકો હતા જે ઇચ્છતા હતા કે સત્ય તેમના સુધી ન પહોંચે.”

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતી તરફ આગળ વધી રહી છે. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં ભાજપે 56 બેઠકો પર જીત મેળવી લીધી છે, જ્યારે તે 59 બેઠકો પર આગળ છે. કોંગ્રેસે આ વખતે એક મોટું નુકસાન સહન કર્યું છે. કોંગ્રેસ અત્યાર સુધી માત્ર 29 બેઠકો પર જીત નોંધાવી શકી છે જ્યારે તે 40 બેઠકો પર આગળ છે.

હારનો સ્વીકાર કરતાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતે નિવેદન આપતા કહ્યું હતું કે, “અમે જનતાએ આપેલા આદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ. આ દરેક માટે અણધાર્યું પરિણામ છે. આ હાર દર્શાવે છે કે અમે અમારી યોજનાઓ, સુધારાના કાર્યોને અમે જનતા સુધી સંપૂર્ણપણે લઇ જઇ શક્યા નહિ.” સીએમ અશોક ગહેલોતે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. જો કે તેઓ જે બેઠક પરથી ચૂંટણી લડ્યા ત્યાં તેઓ જીતી ગયા છે.

તો બીજી તરફ ગહેલોત સાથે વારંવાર વિવાદો કરીને ચર્ચામાં રહેતા સચિન પાયલટ ટોંક બેઠક પરથી ચૂંટણી લડ્યા છે, તેમણે 105812 મતો સાથે બેઠક જીતી લીધી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…