રીલ બનાવવા મહાત્મા ગાંધીની પ્રતિમાના મોંમાં ફટાકડા રાખી ફોડ્યા, VIDEO વાયરલ…
હૈદરાબાદ: દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા અંગે પ્રસાશન દ્વારા જાહેર કરવામાં આવતી એડવાઇઝરીનું પાલન ભાગ્યે જ થતું હોય છે. લોકો ખુલ્લે આમ મોડી રાત સુધી ફટાકડા ફોડતા હોય છે. એવામાં હૈદરાબાદમાં અસામાજિક તત્વોએ તમામ મર્યાદા બાજુ મૂકી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિના મોંમાં ફટાકડા રાખી ફોડ્યા હતાં.
આ પણ વાંચો : AIIMSના ડોક્ટરે પોતાનો કેટલી કિંમત લગાવી? દહેજમાં માંગી આટલી રકમ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અપમાન મામલે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેમાં એક યુવક ગાંધીજીની પ્રતિમાના મોઢામાં મૂકીને ફટાકડા ફોડી રહ્યો છે.
આ પણ વાંચો : ઝોમેટો બિનઆરોગ્યપદ ફૂડ સપ્લાય કરી રહ્યું છે? હૈદરાબાદના વેરહાઉસમાં દરોડા દમિયાન ગેરરીતિઓ મળી આવી
અહેવાલ મુજબ આ વિડીયો હૈદરાબાદના સિકંદરાબાદ કેન્ટનો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક યુવાનો મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કરી રહ્યા છે. રીલ બનાવવા માટે યુવાનોએ આ હરકત કરી હતી.
યુવાનોએ ગાંધીજીની પ્રતિમા પર ફટાકડા ફોડ્યા હતા. કેટલાક યુવકોએ વારાફરતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાના મોઢામાં ફટાકડા નાખીને ફોડ્યા. આ પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : માલદીવ્ઝ નહીં પણ આ દેશ બન્યો Diwali Vacationમાટે ભારતીય પર્યટકોની પહેલી પસંદ…
કેટલાક લોકોએ આ વીડિયોમાં હૈદરાબાદના સીપીને ટેગ કર્યો અને આ લોકો સામે કાર્યવાહી કરવા કહ્યું. પોલીસે વીડિયોના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બોઈનપલ્લીના પોલીસે અધિકારીએ જણાવ્યું કે ચાર સગીર છોકરાઓને ઓળખીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.