પૂછ્યા વગર પત્નીએ આઇબ્રો કરાવતા પતિએ ફોન પર આપી દીધા તલાક.. | મુંબઈ સમાચાર

પૂછ્યા વગર પત્નીએ આઇબ્રો કરાવતા પતિએ ફોન પર આપી દીધા તલાક..

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ટ્રીપલ તલાકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પતિએ ફક્ત એટલા માટે તેની પત્નીને તલાક આપી દીધા કેમકે તેણે તેની જાણ બહાર તેણે બ્યુટીપાર્લરમાં જઇને આઇબ્રો કરાવી દીધી હતી. હવે પત્નીએ આ મામલે પોલીસ સ્ટેશનમાં જઇને ન્યાયની ગુહાર લગાવી છે.

આરોપી પતિ સાઉદી અરેબિયામાં નોકરી કરે છે. પત્ની ગુલસબા સાથે વીડિયો કોલિંગમાં તે વાતચીત કરી રહ્યો હતો ત્યારે તેની નજર પત્નીની આઇબ્રો પર પડી અને તેણે તેને પૂછ્યું હતું કે મારી મરજી વગર તે આઇબ્રો શા માટે કરાવી? ગુસ્સામાં આવીને તેણે પીડિતાને તલાક આપી દીધા હતા અને કહ્યું હતું કે તેને જે કરવું હોય તે કરવા માટે તે આઝાદ છે.

પીડિત મહિલાના લગ્ન હજુ 2022માં જ થયા હતા. પ્રયાગરાજ રહેવાસી મોહમ્મદ સલીમે સાઉદીમાં નોકરી કરતો હતો અને રજાઓમાં ઘરે આવતો હતો. સલીમના માતાપિતા તેને દહેજ સહિત અલગ અલગ બાબતોમાં વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની પણ પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2019માં દેશમાં ટ્રિપલ તલાકને ગેરકાનૂની અને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે.

Back to top button