ટોપ ન્યૂઝનેશનલ

BREAKING: Jharkhand માં હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસને અકસ્માત, બે લોકોના મોત 20 થી વધુ ઘાયલ

ચક્રધરપુર :ઝારખંડના(Jharkhand)ચક્રધરપુરમાં મંગળવારે વહેલી સવારે એક ટ્રેન અકસ્માત થયો હતો. ટ્રેન નંબર 12810 હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ ચક્રધરપુર રેલ્વે વિભાગના બારાબામ્બો રેલ્વે સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની છે. ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલ મુસાફરોને રાંચીની રિમ્સ હોસ્પિટલમાં અને ચક્રધરપુરની આસપાસની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.

કેવી રીતે થયો અકસ્માત?

કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ પૂર્વે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના વેગન હજુ પણ પાટા પર હતા. મુંબઈ મેલ એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી આવી રહી હતી અને ટ્રેક પર પહેલાથી જ પડેલા કેટલાક કોચ સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ 18 બોગી પાટા પરથી પલટી ગઈ હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માત ચક્રધરપુર રેલ્વે વિભાગના બારાબામ્બો રેલ્વે સ્ટેશન નજીક પોલ નંબર 219 પાસે થયો હતો. અકસ્માત બાદ હાવડા-મુંબઈ રેલવે લાઇન પર ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

હાવડાથી મુંબઈ જતી ટ્રેન સોમવારે રાત્રે 11:02 વાગ્યાને બદલે 02:37 વાગ્યે ટાટાનગર પહોંચી હતી. અહીં બે મિનિટ રોકાયા પછી તે આગલા સ્ટેશન ચક્રધરપુર માટે રવાના થઈ, પરંતુ તે તેના આગલા સ્ટેશન પર પહોંચે તે પહેલાં, ટ્રેન 03:45 વાગ્યે બારાબામ્બો રેલવે સ્ટેશન નજીક અકસ્માતનો ભોગ બની.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button