નેશનલ

Operation Sindoor: તમે અમારી સુહાગનોની સેથીના સિંદુર ઊજાડ્યા…આ રીતે પડ્યું નામ

નવી દિલ્હીઃ જો તમે કાશ્મીરના પહેલગામના ત્રાસવાદી હુમલાને યાદ કરો તો તમને હિમાંશી નરેવાલનો મૃત પતિ વિનય નરેવાલ પાસે વિલા મોઢે બેઠલો ફોટો યાદ આવશે. લગ્નના માત્ર છ દિવસ બાદ ત્રાસવાદીઓએ આ નવી નવેલી દુલ્હનને વિધવા કરી દીધી. માત્ર હિમાંશી જ નહીં, પણ હુમલામાં માર્યા ગયેલા તમામ 26 પુરુષોની પત્નીનો સિંદુર ઉજળી ગયો ત્યારે તેનો બદલો લેવા માટે સેનાએ પોતાના ઑપરેશનનું નામ જ ઑપરેશન સિંદુર રાખી દીધું. સિંદુર જો સેથીમાં પુરાય તો સુહાગની નિશાની છે અને કપાળ પર લગાવાય તો વીરતાની નિશાની છે.

ભારતીય આર્મીએ પાકિસ્તાન અને પીઓકેમાં જઈ ત્રાસવાદીઓના નવ કેમ્પને ઊજાડી નાખ્યા છે. કાશ્મીર હુમલાનો આ જડબાતોડ જવાબ આપવા માટે સેનાએ એ તમામ મહિલાઓને યાદ કરી જેમણે પોતાના સુહાગ ખોયા છે.

નેવી લેફ્ટનન્ટ વિનય નરેવાલની પત્ની જેના હાથમાં સુહાગનનો ચુડલો હતો તે જે રીતે પતિના ગોળીઓથી વિંધાયેલા શરીર પાસે બેઠી હતી તે જોઈ કોઈનું પપણ દિલ હચમચી જાય. હિમાંશી આ હુમલાની જીવતી તસવીર બની ગઈ હતી. પતિના મૃત્યુ બાદ તેણે બ્લડ કેમ્પ યોજ્યા હતા અને માત્ર ત્રાસવાદીઓ પર હુમલો કરી ન્યાયની અપીલ કરી હતી, બાકી શાંતિ રાખવા પણ કહ્યું હતું.

હિમાંશીની જેમ સુરતના શૈલેશ કથળિયાની પત્ની શિતલ પણ જે રીતે પોતાના પતિના મૃત્યુ પછી જીવન કઈ રીતે પસાર થશે તે અંગે ભાજપના કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલ સમક્ષ રડી રહી હતી અને પ્રધાનો માટે આટલી સુરક્ષા તો સામાન્ય નાગરિક માટે કેમ નહીં તેવો સવાલ કરી હતી તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. કાશ્મીરમાં પરિવાર સાથે સુખની પળો માણવા ગયેલી આ તમામ મહિલાઓ પોતાના જીવનસાથીને ખોઈ આવી હતી. આ સાથે દીકરો, પિતા, મિત્ર અને દેશે એક નાગરિક પણ ખોયો હતો.

ત્રાસવાદીઓએ પુરુષોને જ ટાર્ગેટ બનાવ્યા હતા. મહિલા પુરુષોને અલગ કરી પુરુષોને તેમના ધર્મ પૂછી, જો હિન્દુ હોય તો ગોળી ધરબી દીધી હતી. 22 એપ્રિલના આ હુમલા બાદ પાકિસ્તાન સામે યુદ્ધ ચડવા ભારત સરકાર તૈયારીઓ કરી રહી હતી ત્યારે બુધવારે વહેલી સવારે મિશન સિંદુર દ્વારા તેમણે આ મહિલાઓના સેથીનો સિંદુર જેમણે ઉજાડ્યો તેમના ઠેકાણા ધ્વસ્ત કરી નાખ્યા છે. આ સાથે સિંદુર માથા પર લગાવાતા તિલકનું પણ પ્રતીક છે ત્યારે આ ભારતીય સૈન્યની વીરતાને પણ બતાવે છે.

આ પણ વાંચો….BREAKING: ઓપરેશન સિંદૂરઃ ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button