
નવી દિલ્હી: લગ્ન બાદ યુવતીના ઘર, નામ અને સંબંધો બદલાઈ જાય છે. આ સાથે તેને પોતાના જરૂરી દસ્તાવેજોમાં પણ સુધારો કરાવી લેવો જોઈએ. ખાસ કરીને પરણિતાએ પોતાના દસ્તાવેજોમાં પિતાનું નામ હટાવીને પતિનું નામ દાખલ કરાવી દેવું જોઈએ. ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોમાં આ સુધારો અવશ્ય કરાવી દેવો જોઈએ. જોકે, આધાર કાર્ડમાં આ સુધારો ઘરે બેઠા કરી શકાય છે.
આધાર કાર્ડ અપડેટ કરવાની સરળ પ્રક્રિયા
આધાર કાર્ડમાં સુધારો કરવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. આવો તેના વિશે જાણીએ. સૌ પ્રથમ ગૂગલ પર SSUP સર્ચ કરો. સર્ચ કર્યા બાદ તમને સૌથી ઉપર myAadhaar પોર્ટલની લિંક દેખાશે તેના પર ક્લિક કરો. myAadhaar પોર્ટલ ખૂલે ત્યારબાદ આધાર કાર્ડની મદદથી લોગઇન કરો. લોગઇન કર્યા બાદ આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. તેને દાખલ કરો.
પતિનું નામ ઉમેરવા માટે મેરેજ સર્ટિ જરૂરી
આટલી પ્રક્રિયામાંથી પ્રસાર થયા બાદ તમને જુદાજુદા આઈકોન દેખાશે. જે પૈકી Update Address પર ક્લિક કરો. તેમાં તમારે Head of Family (HOF) based address updateના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ જેના આધાર કાર્ડમાં અપડેટ કરવાનું છે, તેનો આધાર નંબર, મોબાઈલ નંબર અને તમારી સાથે તેનો શું સંબંધ છે વગેરે જેવી માહિતી પોર્ટલમાં દેખાતા ફોર્મમાં ભરો. આ સિવાય તમારે વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવતું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું રહેશે. પતિનું નામ ઉમેરવા માટે મેરેજ સર્ટિફિકેટની જરૂર પડશે.
આપણ વાંચો: ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની વધુ એક છલાંગ: ટૂંક સમયમાં દોડશે હાઇડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયત
છેલ્લા સ્ટેપ વગર અધૂરું રહેશે કામ
જરૂરી દસ્તાવેજ અપલોડ કર્યા બાદ તમે 50 રૂપિયા ફી ભરીને તમારી રિક્વેસ્ટ સબમિટ કરી શકશો. આ ફી તમે UPI દ્વારા પણ ભરી શકશો. ત્યારબદ તમને રિસિપ્ટ મળશે. જેમાં SRN નંબર આપેલો હશે. આ નંબરને આગળના સ્ટેપ્ટ માટે નોંધી લો. હવે જેનું નામ તમારા આધાર કાર્ડમાં અપડેટ કરવાનું છે, એના આધાર નંબર સાથે ફરીથી myAadhaar પર લોગઇન કરો. લોગઇન બાદ Update Address પર ક્લિક કરો. તેમાં તમારે Head of Family (HOF) based address updateના વિકલ્પ પર ક્લિક કરો. ત્યાર બાદ તમને અગાઉ જે SRN નંબર મળ્યો છે. તેને દાખલ કરીને Accept બટન પર ક્લિક કરો. આગામી 30 દિવસમાં તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે.