ટોપ ન્યૂઝનેશનલ

‘હવાઈ મુસાફરી’ બની જીવલેણઃ સાત વર્ષમાં 1,400થી વધુ પ્રવાસીનાં મોત

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં સૌથી સુરક્ષિત માનવામાં આવતી હવાઈ મુસાફરી પેસેન્જર અને એવીએશન ઇન્ડસ્ટ્રીઝ માટે ચિંતાનો વિષય બન્યો છે. જેમાં હાલમાં જ દક્ષિણ કોરિયા અને અઝરબૈજાનના પેસેન્જર પ્લેન ક્રેશ(Plane Crash) થવાની ઘટનાએ આંચકો આપ્યો હતો. આખી દુનિયામાં વિમાન અકસ્માતો ક્યારેક પક્ષી અથડાવાથી અથવા ક્યારેક ટેક્નિકલ ખામી કે ખરાબ હવામાનના કારણે થતા રહ્યા છે.

આ પણ વાંચો: Dark December: છ પ્લેનક્રેશની ગોઝારી ઘટનાએ સેંકડોનો જીવ લીધો

2023માં સૌથી વધુ 34 વિમાન અકસ્માતો અમેરિકામાં થયા હતા

જ્યારે વિમાન અકસ્માત પર પર નજર રાખતી સંસ્થા એવિએશન સેફ્ટીના રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં દુનિયા ભરમાં 109 વિમાન અકસ્માત થયા હતા. જેમાં 120 લોકોના મોત થયા હતા. આ મુજબ દર મહિને સરેરાશ 9 પ્લેન અકસ્માતો થયા છે જેમાં 10 લોકોના મોત થયા છે. એવિએશન સેફ્ટી અનુસાર વર્ષ 2023માં સૌથી વધુ 34 વિમાન અકસ્માતો અમેરિકામાં થયા હતા.

2017 થી 2023 વચ્ચે વિશ્વભરમાં 813 વિમાન ક્રેશ થયા

એવિએશન સેફ્ટીના ડેટા અનુસાર વર્ષ 2017 થી 2023 વચ્ચે વિશ્વભરમાં 813 વિમાન ક્રેશ થયા છે. પ્લેન ક્રેશની 813 ઘટનાઓમાં 1,473 મુસાફરોના મોત થયા છે. મોટાભાગના વિમાન અકસ્માતો લેન્ડિંગ દરમિયાન થાય છે. આ સાત વર્ષમાં લેન્ડિંગ દરમિયાન 261 અકસ્માત થયા છે. તે પછી ફ્લાઇટ દરમિયાન જ 212 અકસ્માત થયા છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં 14 અકસ્માત થયા છે.

હવાઈ મુસાફરીને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે

ઉડ્ડયન સુરક્ષા અનુસાર, મોટાભાગના વિમાન અકસ્માતો ટેક-ઓફ દરમિયાન અને પછી લેન્ડિંગ દરમિયાન થાય છે. વર્ષ 2023માં આવા 109 અકસ્માત થયા હતા. જેમાંથી 37 ટેક-ઓફ દરમિયાન અને 30 લેન્ડિંગ દરમિયાન વિશ્વભરમાં દર વર્ષે સેંકડો વિમાન અકસ્માત થતા હોવા છતાં હવાઈ મુસાફરીને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.

હવાઈ મુસાફરીએ પરિવહનનું સૌથી સુરક્ષિત માધ્યમ

આ આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 7 વર્ષમાં દર વર્ષે સરેરાશ 200 વિમાન અકસ્માત થયા છે. અને માત્ર એક વર્ષમાં સેંકડોથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. નિષ્ણાતોના મતે હવાઈ મુસાફરી એ પરિવહનનું સૌથી સુરક્ષિત માધ્યમ છે. નિષ્ણાતો કહે છે 38 હજાર ફૂટની ઊંચાઈએ ઉડવું એ જમીન પર ડ્રાઇવિંગ કરતાં વધુ સુરક્ષિત છે.

2023માં વિશ્વમાં 3.7 કરોડથી વધુ વિમાનોએ ઉડાન ભરી હતી

ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં સમગ્ર વિશ્વમાં 3.7 કરોડથી વધુ વિમાનોએ ઉડાન ભરી હતી. જેમાં થોડાક લોકોએ માત્ર અનેક અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો. વર્ષ 2023માં નેપાળમાં એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 72 લોકોના મોત થયા હતા. એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દર વર્ષે ફ્લાઈટ સેફ્ટી પર એક રિપોર્ટ જાહેર કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button