નેશનલ

દિલ્હીના નવા સીએમ આતિશી માર્લેના કેટલા અમીર છે?

પાર્ટી માટે સર્વાસર્વા કઈ રીતે બન્યા, જાણો A To Z

નવી દિલ્હીઃ દિલ્હીના નવા મુખ્યમંત્રીને લઈને છેલ્લા બે દિવસથી ચાલી રહેલા સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને વર્તમાન શિક્ષણ મંત્રી આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં આતિશી માર્લેનાના નામને મંજૂરી આપવામાં આવી હતી. બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. આતિશી માર્લેના રાજધાનીની કાલકાજી (દક્ષિણ) બેઠક પરથી ધારાસભ્ય છે. ચાલો જાણીએ કે દિલ્હીના નવા મુખ્યમંત્રી પાસે કેટલી સંપત્તિ છે.

આ પણ વાંચો: આતિશીના રૂપમાં કેજરીવાલનો ‘માસ્ટર સ્ટ્રોક’-જાણો,કેમ આતિશી જ દિલ્લીની CM

બોલો, કાર કે બંગલો નથી આતિશિ પાસે ૨૦૨૦માં દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં આતિશી માર્લેનાએ જણાવ્યું હતું કે તેમની પાસે લગભગ ૧ કરોડ ૪૧ લાખ રૂપિયાની સંપત્તિ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક અને બેંક ઓફ બરોડામાં તેના ત્રણ ખાતા છે. આ ખાતાઓમાં આતિશીના નામે લગભગ ૧,૩૮,૦૦૦ હજાર રૂપિયા જમા છે. આતિશીએ એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકમાં અનુક્રમે રૂ. ૩૯ લાખ અને રૂ. ૧૮ લાખની બે એફડી કરી છે. તેમના પતિના નામે આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતું છે, જેમાં ૮ લાખ રૂપિયા જમા છે. આ ઉપરાંત તેમની પાસે લગભગ ૫૪ લાખ રૂપિયાની એફડી પણ છે. દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામે કાર કે બંગલો નથી. પોતાની સંપત્તિના ઘોષણામાં, આતિશી માર્લેનાએ ૫ લાખ રૂપિયાની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીનો પણ ખુલાસો કર્યો છે. તેમના પતિનું લગભગ ૧૩ લાખ રૂપિયાનું પીપીએફ ખાતું, ૪.૫ લાખ રૂપિયાની પોસ્ટલ એફડી અને ૨૭,૦૦૦ રૂપિયાની બચત છે.

દિલ્હીની ગાદી પર આતિશી, કેજરીવાલની પસંદ કેમ બન્યા?
દિલ્હીની ગાડી પર સીએમ તરીકે સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, કૈલાશ ગહલોત અને રાખી બિરલા સહિત અન્ય દિગ્ગજ નેતાના નામ હતા, પરંતુ આતિશી પર સીએમ તરીકે મંજૂરી માટે લોકોને આશ્ચર્ય થયું છે. કહેવાય છે કે કેજરીવાલના સૌથી વધુ નજીક અને વિશ્વાસુ આતિશિ છે. અન્ના હજારેના આંદોલન વખતથી કેજરીવાલ સાથે છે. 2020માં કાલકાજી સીટ પરથી જીતીને આવેલા આતિશિ દેશને વધુ એક મહિના મુખ્ય પ્રધાન મળ્યા છે. મમતા બેનરજીની હરોળમાં આવી ગયા છે. 2023થી કેજરીવાલની કેબિનેટમાં કામ કરતા પ્રધાનપદ મળ્યું હતું, ત્યાર બાદ મુખ્ય પ્રધાનનું પદ મળ્યુ છે. વિરોધીઓની બોલતી બંધ કરવામાં માહેર આતિશિ કેજરીવાલની કેબિનેટમાં એક માત્ર મહિલા પ્રધાન હતા.

2019માં લોકસભાની ચૂંટણી હાર્યા હતા
વિરોધીઓના નિશાન પર રહેનારા આતિશિએ 2019ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે સાથે દિલ્હીના પ્રભારી બનાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર સામે 4.77 લાખ મતના અંતરથી ચૂંટણી હાર્યા હતા. જોકે, 2020માં કાલકાજી વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડીને ભાજપના ઉમેદવાર ધર્મવીર સિંહને 11,422 મતથી હરાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button