સપના માત્ર સપના બની ગયા! મેટ્રો શહેરમાં રહેવું કેટલું મુશ્કેલ ભર્યું છે? એક વ્યક્તિએ શેર કરી ભાવુક પોસ્ટ

Bengaluru: શહેરી જીવન અત્યારે ભાગદોડ ભર્યું થઈ ગયું છે. રહેવાથી લઈને ખાવા-પીવા સુધીની દરેક વસ્તુઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. સામાન્ય પગાર મેળવતા વ્યક્તિ માટે જીવનનિર્વાહ કરવો મુશ્કેલ છે. તેમ છતાં હજારોની સંખ્યામાં લોકો ગામડું છોડીને શહેરોમાં આવી રહ્યાં છે. શહેરમાં રહેતા લોકો એ પણ જાણે છે કે, પગારથી માત્ર જરૂરિયાતો પૂર્ણ થાય છે સપના નહીં! છતાં પણ સપના પૂરા કરવા માટે શહેરનો મોહ લાગ્યો છે. સોશિયલ મીડિયામાં એવા ઘણાં વીડિયો જોવા મળશે જેમાં લોકો મેટ્રો સિટીમાં કેવી રીતે લોકો રહે છે તેનો અંદાજ લગાવી શકાય.
બેંગ્લોરમાં રહેવું ખરેખર એક સ્વપ્ન સમાન છે, એમાં પણ દર મહિને 1.5 રૂપિયાની કમાણી કરવી એ તો કેવી રીતે શક્ય બને? મેટ્રો સિટી (Metro City)માં રહેતા એક વ્યક્તિએ પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે ભૂતકાળમાં જે સ્વપ્ન જોયું હતું તે પણ પ્રમાણે અત્યારે જીવી પણ રહ્યો છે, પગાર પણ મળી રહ્યો છે પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. કારણે કે, આ જીવને તેને માનસિક રીતે હરાવી દીધો છે. તેનો પગાર અત્યારે 1.5 લાખ રૂપિયા છે. પરંતુ જો આ નોકરી જતી રહે તો તેની પાસે માત્ર 3 મહિલા ચાલી શકે એટલી જ બચત છે.
સપના તો પૂરા થયા પણ ખુશીઓ ગાયબ થઈ ગઈ!
Reddit પર Onepoint5zero નામના યુઝરે ‘મેટ્રોમાં જીવન આટલું તકલાદી અને ક્ષણભંગુર લખો કેમ લાગે છે?’ પ્રશ્ન સાથે અનુભવ શેર કરતા લખ્યું કે, હું 26 વર્ષનો છું, ગર્લફ્રેન્ડ સાથે બેંગ્લોરમાં રહું છે. મહિને 1.5 લાખ રૂપિયાની કમાણી પણ છે. મારે EMI પણ ભરવાની હોય છે. છતાં પણ મહિને 30-40 હજારની બચત થઈ જાય છે. પ્રશ્ને આ નથી. બાળપણમાં આટલા પૈસા કમાવવાનું સ્વપ્ન હતું. બેંગ્લોરમાં રહેવું એક સ્વપ્ન હતું. ગર્લફ્રેન્ડ અને ગ્લેમરસ રૂટિન હોવું એ એક સ્વપ્ન હતું. પણ હવે જ્યારે હું તે જીવી રહ્યો છું, ત્યારે મને એક નાજુક ફૂલડાની જેવું લાગે છે જે એક દિવસ અચાનક તૂટી જશે.
બેંગ્લોરમાં ફ્લેટ શોધવાનું વિચારતા પણ મારા મન તૂટી જાય છે
વધુમાં તેણે લખ્યું કે, તમે પૂછી શકો છો કે શા માટે? મેં બેકઅપ માટે વધારે બચત કરી નથી – જો હું મારી નોકરી ગુમાવીશ, તો મારી EMI અને ખર્ચાને જોતા માત્ર 3-4 મહિનામાં મારી બચત ખતમ થઈ જશે. અમે હવે ફ્લેટમાં નહીં, પણ પીજીમાં રહીએ છીએ – બેંગ્લોરમાં ફ્લેટ શોધવાનું વિચારતા પણ મારા મન તૂટી જાય છે. મારા માતા-પિતા મારા પર ખૂબ નિર્ભર છે – જો હું દર મહિને ઘરે રૂપિયા નહીં મોકલું, તો તેઓ જીવી શકશે નહીં. આ બધી જવાબદારી વચ્ચે, શહેરની અંધાધૂંધી ફક્ત લકવાગ્રસ્ત કરી રહી છે – બધું ખૂબ મોંઘું છે, અને તમને વાજબી ભાવે સારી વસ્તુઓ પણ મળતી નથી. સસ્તા ભાવે, તમને ફક્ત નબળી ગુણવત્તાવાળો ખોરાક/કરિયાણા/રહેઠાણ/સેવાઓ જ મળે છે.
શું મેટ્રો શહેરમાં રહેવું આટલું કપરૂ બની ગયું છે?
તેણે એવું પણ લખ્યું કે, 1.5 લાખ રૂપિયાની કમાણી કરતા વ્યક્તિ માટે જીવન આટલું મુશ્કેલ કેવી રીતે બની ગયું? શું આ ફક્ત બેંગ્લોરમાં જ છે, કે બધે જ આવું છે? પ્રશ્ન એ થાય છે કે, જો મહિને 1.5લાખ કમાતા વ્યક્તિને પણ આવી મુશ્કેલીઓ હોય તો અન્ય વ્યક્તિઓ જે મહિને માત્ર 50 હજાર કે તેનાથી પણ ઓછું કમાય છે? મેટ્રો સિટીમાં રહેવું અત્યારે ખૂબ જ કપરૂ બની ગયું છે. કારણ કે, મેટ્રો સિટીમાં દરેક વસ્તુ માટે તમારે રૂપિયા આપવા પડે છે.
આ પણ વાંચો…Farmers Protest : પોલીસે શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ…
પગાર ધન નથી પરંતુ ક્ષણ માટે મળતી જ ખુશી છે
મોટા ભાગે શહેરમાં લોકો પોતાના સ્વપના પૂરા કરવામાં માટે આવે છે પરંતુ પછી આ સપના માત્ર સપના બનીને જ રહી જાય છે. કારણ કે અહીંની ભાગદોડ ભરી જિંદગીમાં તેમના સપનાઓ ક્યાંય ખોવાઈ જાય છે તેનો ખ્યાલ જ નથી રહેતો. કેટલાક લોકોએ તો કહ્યું કે, પગારના ધન નથી, પરંતુ ક્ષણ માટે મળતી જ ખુશીનો અહેસાસ છે. એ લોકો જ સુખેથી જીવી શકે છે, જેમની પાસે પેઢીનું ધન પડ્યું હોય! બાકી પગારથી કામ કરતા લોકોને પરેશાનીઓનો સામનો જ કરવાનો હોય છે.