નેશનલ

નૌકાદળનો ક્લાર્ક પાકિસ્તાની જાસૂસ કેવી રીતે બન્યો? ઓનલાઈન ગેમિંગ અને હનિટ્રેપનો શિકાર!

નવી દિલ્હી: અન્ય દેશને માહિતી પહોંચાડતા જાસૂસો અવારનવાર પકડાય છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ઑપરેશન સિંદૂર બાદ અનેક જાસૂસો પકડાયા છે. તેઓ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને ભારતની ગુપ્ત માહિતી આપતા હતા. તાજેતરમાં પાકિસ્તાની હેંડલરને માહિતી આપતા વિકાસ યાદવ નામના વધુ એક વ્યક્તિની ભારતીય ગુપ્તચર એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિકાસ યાદવ કેવી રીતે પકડાયો, આવો જાણીએ.

વિકાસ કેવી રીતે બન્યો પાકિસ્તાની જાસૂસ?

વિકાસ યાદવ ભારતીય નૌકાદળમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો. તેને ઓનલાઈન ગેમિંગની ટેવ હતી. ત્રણ વર્ષ પહેલા ફેસબુક પર વિકાસની પ્રિયા શર્મા નામની પાકિસ્તાની મહિલા સાથે દોસ્તી થઈ હતી. પ્રિયા શર્માએ તેને પાકિસ્તાન માટે જાસૂસી કરવા માટે મનાવ્યો હતો. આમ, પ્રિયા શર્મા વિકાસ યાદવની હેંડલર બની ગઈ હતી.

કેવી રીતે પકડાયો વિકાસ યાદવ?

વિકાસ યાદવની જેમ રાજસ્થાનનો રહેવાસી રાજ પ્રકાશ મીણા પણ પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો. તે રક્ષા મંત્રાલયના સેના ભવનમાં વર્ગ-4નો કર્મચારી હતો. તે પાકિસ્તાની હેંડલરને જરૂરી નક્શાઓ જેવી સંવેદનશિલ માહિતી આપતો હતો. માહિતીના બદલામાં તેને ક્રિપ્ટોકરન્સી ચેનલના માધ્યમથી રૂપિયા મળતા હતા.

ક્રિપ્ટોકરન્સી ચેનલના મારફતે જ રૂપિયા મળતા

જોકે, તેની 2022માં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ભારતીય ગુપ્તચર એજન્સીએ ક્રિપ્ટોકરન્સી ચેનલ પર દેખરેખ રાખવાનું શરૂ કર્યું હતું. જેથી એજન્સીને અન્ય બે લોકો વિશે જાણ થઈ હતી. જેઓ રાજ મીણાની જેમ જાસૂસી કરતા હતા. વિકાસ પણ તે બે જણ પૈકીનો એક હતો. જેને પાકિસ્તાની હેંડલર પાસેથી ક્રિપ્ટોકરન્સી ચેનલના મારફતે જ રૂપિયા મળતા હતા. આ રૂપિયાનો ઉપયોગ તે ઓનલાઈન ગેમિંગમાં રોકાણ માટે કરતો હતો.

વિકાસ યાદવની ચાર દિવસની કસ્ટડી મેળવી

ભારતીય ગુપ્તચર એજન્સીએ બે વર્ષ સુધી વિકાસ યાદવ પર દેખરેખ રાખ્યા બાદ આખરે તેની ધરપકડ કરી છે. ગુપ્તચર એજન્સીએ વિકાસ યાદવની ચાર દિવસની કસ્ટડી મેળવી છે. તેના મોબાઈલને તપાસ માટે ફોરેન્સિક લેબ ખાતે મોકલવામાં આવ્યો છે. વિકાસ યાદવ નૌકાદળના સંવેદનશીલ દસ્તાવેજોને સ્કેન કરીને તેની પાકિસ્તાની હેંડલર પ્રિયા શર્માને મોકલતો હતો. તેવી પોલીસને આશંકા છે.

આપણ વાંચો વાયરલ વીડિયોઃ રેલવે ટ્રેક પર હંકારી મૂકી કાર, જુઓ મહિલાની શક્તિ

ઑપરેશન સિંદૂરની માહિતી પાકિસ્તાનને મોકલી હોઈ શકે 

ઉલ્લેખનીય છે કે હનિટ્રેપ દ્વારા રક્ષા મંત્રાલયના કર્મચારીઓને ફસાવીને અથવા તો પૈસાની લાલચ આપીને માહિતી મેળવવાની પાકિસ્તાની હેંડલરની રીત જાણીતી છે. ગુપ્તચર એજન્સીને આશંકા છે કે વિકાસ યાદવે ઑપરેશન સિંદૂર અંગેની સંવેદનશીલ માહિતી પણ પાકિસ્તાની હેંડલરને મોકલી હોઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button