મહાકુંભમાં જઈ રહ્યા છો? અહીં મળશે હોટેલ, ગેસ્ટહાઉસ અને ટેન્ટ સીટીની માહિતી
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી વૈશ્વિ સંસ્કૃતિક ધરોહર મહાકુંભ મેળાની શરૂઆત (Mahakumbh mela in Prayagraj) થશે. આ મેળા માટે દેશ-દુનિયામાંથી શ્રદ્ધાળુઓ, સંતો, પ્રવાસીઓ, ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, પત્રકારો, રિસર્ચર્સ ઉપરાંત લાખો લોકો પ્રયાગરાજમાં આવી પહોંચશે. મહા કુંભમાં આવનારા લોકો માટે શહેરમાંથી સંગમ સુધી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વખતે મહા કુંભ મેળામાં 35 થી 40 કરોડ લોકો હાજરી આપે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં લોકોના રહેવાની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શહેરમાં હોટલ, ધર્મશાળાઓ અને ધર્મશાળાઓની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ગેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવી રહ્યા છે.
પ્રયાગરાજમાં ક્યાં રોકાઈ શકો છો?
પ્રયાગરાજમાં ઘણી હોટલ અને ગેસ્ટહાઉસ છે, અહીં ઘણી ધર્મશાળાઓ પણ આવેલી છે. જોકે અહીં બુકિંગ ઝડપથી થઇ રહ્યું છે. નીચે આપેલી લિંક પર જઈને તમને શહેરની હોટેલ્સ સંબંધિત તમામ માહિતી મળશે અને તમે રૂમ બુક કરી શકો છો
https://kumbh.gov.in/en/Wheretostaylist
ટેન્ટ સિટી બાંધવામાં આવી રહી છે:
મહા કુંભ મેળામાં દેશ-વિશ્વના ભક્તો અને પ્રવાસીઓના આગમનને ધ્યાનમાં રાખીને ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે. ટેન્ટ સિટી 1 જાન્યુઆરી, 2025 થી 5 માર્ચ, 2025 સુધી કાર્યરત રહેશે. જેનું બુકિંગ કોર્પોરેશનની વેબસાઈટ અને મહાકુંભ એપ દ્વારા કરી શકાશે. ટેન્ટ સિટીમાં યોગ અને યજ્ઞ કરવાની સુવિધા પણ આપવામાં આવશે. ટેન્ટ સિટીમાં કાફેટેરિયા સિટી પણ બનાવવામાં આવી રહી છે.
ટેન્ટ સિટીમાં આવી સુવિધા મળશે:
છ ભાગીદારોના સહયોગથી વિવિધ ટેન્ટ બ્લોકની સ્થાપના કરવામાં આવી રહી છે. જેમાં આગમન, કુંભ કેમ્પ ઈન્ડિયા, ઋષિકૂળ કુંભ કુટીર, કુંભ ગામ, કુંભ કેનવાસ અને એરા મુખ્ય છે. વિશ્વ કક્ષાના ધોરણો મુજબ, આ ટેન્ટમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ હશે. જેમાં સુપર ડીલક્સ ટેન્ટ વિલા, મહારાજા, સ્વિસ કોટેજ અને ડોર્મિટરી ફોર્મેટમાં ઉપલબ્ધ હશે.
Also Read – મહાકુંભમાં સ્વચ્છતા માટે છે ખાસ વ્યવસ્થા, ટેકનોલોજી અને એનજીઓ સંભાળશે જવાબદારી
જો તમે ટેન્ટ સિટીમાં રોકવા ઈચ્છતા હો તો નીચે આપેલી લિંક પર જઈને ઓનલાઈન રૂમ બુક કરાવી શકો છો.
https://www.irctctourism.com/mahakumbhgram
ટેન્ટ સિટીને સંપૂર્ણ સ્વચ્છ રાખવામાં આવશે:
ગંગા સેવાદૂત મહાકુંભ દરમિયાન ખાસ કરીને શૌચાલય, રસ્તાની સફાઈ વ્યવસ્થા, ટેન્ટ સિટીનું નિરીક્ષણ કરશે અને જો કોઈપણ પ્રકારની ગંદકી કે ગડબડ જોવા મળે તો ICT સિસ્ટમ દ્વારા ફરિયાદ નોંધવામાં આવશે. ગંગા સેવાદૂત પ્રયાગરાજ, કૌશામ્બી, પ્રતાપગઢ, સુલતાનપુર અને આસપાસના જિલ્લાઓમાંથી આવ્યા છે.