જયપુરમાં ભયાનક રોડ અકસ્માત, ઉત્તર પ્રદેશના એક જ પરિવારના પાંચના મોત | મુંબઈ સમાચાર

જયપુરમાં ભયાનક રોડ અકસ્માત, ઉત્તર પ્રદેશના એક જ પરિવારના પાંચના મોત

જયપુર: રાજસ્થાન જિલ્લાના જામવા રામગઢ શહેરમાં આજે ઉત્તર પ્રદેશના એક પરિવારના પાંચ સભ્યોનું મોત થયું હતું. તેઓ ખાટુ શ્યામ મંદિરે દર્શન માટે જઇ રહ્યા હતા. આ ભીષણ અકસ્માત રાજસ્થાનના જયપુર જિલ્લાના દૌસામાં થયો હતો. અહી કાર અને ટ્રક વચ્ચે સામ સામે ટક્કર થઇ હતી.

રાયસરના એસએચઓ રઘુવીર સિંહે જણાવ્યું હતું કે આ ઘટના દૌસા-મનોહરપુર નેશનલ હાઇવે પર નેકાવાલા ટોલ પ્લાઝા નજીક બની હતી અને મૃતકોમાં બે મહિલાઓ અને છ મહિનાની એક બાળકીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ટક્કરની અસર એટલી જોરદાર હતી કે ટ્રક પણ પલટી ગઈ હતી. કારમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે પોલીસે સખત મહેનત કરવી પડી હતી.

આ પણ વાંચો: કર્ણાટકના ચિક્કમગલુરુમા મોટો અકસ્માત, બસ ઢોળાવ પર બનેલા ઘર પર પડી, અનેક લોકો ઘાયલ

સિંહે કહ્યું હતું કે પરિવાર ઉત્તર પ્રદેશના લખનઉનો રહેવાસી હતો અને ખાટુ શ્યામ મંદિરમાં દર્શન કરવા જઇ રહ્યો હતો. તેમણે કહ્યું કે મૃતદેહોને એનઆઈએમએસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, જે પોસ્ટમોર્ટમ પછી સોંપવામાં આવશે. મૃતકોની ઓળખ સત્ય પ્રકાશ (60), રમા દેવી (55), અભિષેક (35), પ્રિયંકા (30) અને તેની છ મહિનાની પુત્રી તરીકે થઈ છે.

સંબંધિત લેખો

Back to top button