ટોપ ન્યૂઝનેશનલ

NEET PG પરીક્ષા અંગે મોટું અપડેટ, ગૃહ મંત્રાલય પરીક્ષા પર નજર રાખશે, આ રીતે પ્રશ્નપત્ર તૈયાર થશે

નવી દિલ્હી: NEET PGની પરીક્ષા 25 જૂને યોજાવાની હતી, પરંતુ પરીક્ષામાં ગેરરીતી મામલે વિવાદોને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. NEET PG 2024 પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એવામાં NEET PG પરીક્ષાને અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, ગૃહ મંત્રાલય NEET PG પરીક્ષા પર નજર રાખી રહ્યું છે. NEET PG પરીક્ષા માટે ગૃહ મંત્રાલયમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી.

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBEMS)ના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રશ્નપત્ર પરીક્ષાના માત્ર બે કલાક પહેલા તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓને ખાતરી આપવા માંગે છે કે પરીક્ષામાં લીક થવાનો કોઈ અવકાશ રહેશે નહીં. તેમણે કહ્યું કે અત્યારે સરકાર જુદી-જુદી એજન્સીઓ દ્વારા તપાસ કરી રહી છે કે કોઈ લૂપ હોલ્સ કે કોઈ પણ રીતે ખામીઓને અવકાશ છે કે કેમ. આ બેઠકમાં સાયબર સેલના અધિકારીઓએ પણ હાજર રહ્યા હતા.

પેપર લીક મામલામાં તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય આ સમગ્ર મામલાને અવલોકન કરી રહ્યા છે. તપાસ લગભગ પૂર્ણતાના તબક્કે છે. અધિકારી કહ્યું કે રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ વતી હું ખાતરી આપવા માંગુ છું કે બાળકોને વિશ્વાસ હોવો જોઈએ કે તમામ તપાસ થઈ ગઈ છે, પરીક્ષામાં કોઈ ગેરરીતિ નહીં થાય અને પરીક્ષા પારદર્શક રીતે લેવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું કે NEET PG 2024 પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે NEET PGની પરીક્ષા એક મહિનામાં લેવામાં આવશે. આ પરીક્ષામાં 2 લાખ 38 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે. તમને જણાવી દઈએ કે NEET PGની પરીક્ષા 25 જૂને યોજાવાની હતી, પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે એક દિવસ પહેલા જ પરીક્ષા સ્થગિત કરી દીધી હતી.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા