નેશનલ

ગૃહ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય, CISF ને મળી સૌથી પહેલી મહિલા બટાલિયન…

નવી દિલ્હીઃ મહિલાઓને સશક્ત બનાવવા અને રાષ્ટ્રની સુરક્ષામાં તેમની ભાગીદારીના ઉદ્દેશને લઈ કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Ministy of Home Affairs) આજે સીઆઈએસએફ (The Central Industrial Security Force)ને સૌથી પહેલી મહિલા બટાલિયન ફાળવવાનો નિર્ણય લીધો છે, જે મહિલા સશક્તિકરણ મુદ્દે મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બટાલિયનની મંજૂરી આપી છે, જેથી ભરતીની તૈયારીઓ શરુ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.


આ પણ વાંચો : શહીદ ભગતસિંહ ક્રાંતિકારી નહીં, પણ…: પાકિસ્તાનની કોર્ટની ‘નાપાક’ હરકત અંગે ભારત લાલઘૂમ…


બટાલિયનમાં હજારથી વધુ મહિલા હશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક હજારથી વધુ કર્મચારીવાળી સૌથી પહેલી ઓલ વુમન બટાલિયન તૈયાર કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય એરપોર્ટ અને સીઆઈએસએફ જવાનોની વધતી જરુરિયાતોને લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ બટાલિયનમાં અગાઉથી બે લાખ કર્મચારીથી તૈયાર કરવામાં આવશે.

સિનિયર કમાન્ડન્ટ અધિકારી કરશે નેતૃત્વ

મહિલાઓની બટાલિયન તૈયાર કરવાની સાથે રિઝર્વ બટાલિયનમાં 1,025 મહિલા જવાન હશે, જ્યારે મહિલા બટાલિયનનું નેતૃત્વ સિનિયર કમાન્ડન્ટ લેવલના અધિકારી કરશે. સીઆઈએસએફ પહેલાથી દેશની સેવા કરનારી મહિલાઓ માટે સીઆઈએસએફ પસંદગીનો વિકલ્પ છે, જે વર્તમાન બળના સાત ટકાથી વધારે છે. મહિલા બટાલિયનમાં કામ કરનારી યુવા મહિલાઓ માટે આ નિર્ણય પ્રોત્સાહક સાબિત થશે, જેનાથી મહિલાઓને નવી ઓળખ પણ મળશે.


આ પણ વાંચો : Kangana Ranautને લાફો મારનાર CISF Guardને મળશે 1 Lakhનું ઈનામ? જાણો શું છે આખો મામલો…


નવા યુનિટ માટેની તૈયારીઓ પૂરજોશમાં

સીઆઈએસએફના હેડ ક્વાર્ટરમાં નવી બટાલિયન બનાવવા માટે તાકીદે નવી ભરતી કરવામાં આવ્યા પછી ટ્રેનિંગ અને પસંદગીની પ્રક્રિયા પૂરી પાડવામાં આવશે. તાલીમ આપીને પણ એક શ્રેષ્ઠ બટાલિયન તૈયાર કરવામાં આવશે, જે ખાસ કરીને વીઆઈપીની સુરક્ષામાં કમાન્ડોની સાથે ઉત્કૃષ્ટ બટાલિયન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, તેમને એરપોર્ટ, દિલ્હી મેટ્રો રેલમાં તહેનાત કરવામાં આવશે. અહીં એ જણાવવાનું કે 53મા સીઆઈએસએફ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશના આધારે કેન્દ્રીય દળોમાં તમામ મહિલા બટાલિયનનું ગઠન કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker