ગૃહમંત્રી અમિત શાહ દુર્ગા પૂજા પંડાલના ઉદ્ઘાટન માટે કોલકાતા પહોંચ્યા…
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે બંગાળની મુલાકાત દરમિયાન કોલકાતામાં પ્રખ્યાત દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કરશે. અમિત શાહ સોમવારે થોડા કલાકો માટે જ કોલકાતા આવશે. પૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ સાંજે જ દિલ્હી પરત ફરશે. આ પંડાલ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના આધાર પર આ પંડાલ બનાવવામાં આવ્યો છે.કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બીજેપી કાઉન્સિલર અને પ્રખ્યાત સંતોષ મિત્ર સ્ક્વેર દુર્ગા પૂજા સમિતિના પ્રમુખ સજલ ઘોષે કહ્યું હતું કે ગૃહમંત્રી સાંજે 4 વાગ્યે દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કરશે.
શાહ તેમની મુલાકાત દરમિયાન પાર્ટીના રાજ્ય નેતૃત્વ સાથે ટૂંકી સંગઠનાત્મક બેઠક પણ કરી શકે છે. શાહ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ષષ્ઠી પર કોલકાતા આવશે તેવી ચર્ચા છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ નડ્ડા અહીં બીજા અનેક પૂજા પંડાલનું ઉદ્ઘાટન પણ કરી શકે છે. આગામી વર્ષની લોકસભાની ચૂંટણી પહેલા, ભાજપનો ઉદ્દેશ્ય બંગાળના સૌથી મોટા તહેવાર દુર્ગા પૂજામાં પક્ષના ટોચના નેતાઓની ભાગીદારી દ્વારા જનસંપર્ક વધારવાનો છે. શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને રવિવારે રાજ્ય ભાજપ મુખ્યાલયમાં એક બેઠક પણ યોજાઈ હતી, જેમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીની સાથે બંગાળ ભાજપના પ્રભારી મંગલ પાંડે અને સહ-પ્રભારી અમિત માલવિયા પણ હાજર હતા. બ્રાઝિલનો ફૂટબોલર પણ કોલકત્તામાં એક દુર્ગા પંડાલનું દદ્ધાઘાટન કરવા પહોંચ્યો હતો.
બેઠક બાદ હુગલીથી પાર્ટીના સાંસદ લોકેટ ચેટર્જીએ કહ્યું હતું કે ગૃહ પ્રધાન દુર્ગા પૂજા માટે આવી રહ્યા છે, અમે ખૂબ જ ઉત્સાહિત છીએ, જ્યારે પત્રકારોએ શાહની મુલાકાત વિશે પૂછ્યું ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના નેતૃત્વથી નારાજ સાંસદ દિલીપ ઘોષે કહ્યું કે અમને આ વિશે કોઈ માહિતી નથી.