બિહારમાં મતદાન દરમિયાન હોમગાર્ડ જવાન અને શિક્ષકનું મૃત્યુ : આજે થશે 54 ઉમેદવારનું ભાવિ નક્કી

પટના : દેશમાં લોકસભા ચૂંટણી માટે આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આજે બિહારની 5 લોકસભા બેઠક ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા અને ખગરિયા માટે મતદાન થઈ રહ્યું છે. આ પાંચે લોકસભા બેઠક પર 54 ઉમેદવાર મેદાનમાં છે. અહી કૂલ 98.60 લાખ મતદાતા છે, કૂલ 9848 મતદાતા છે. સુરક્ષા વ્યવસ્થા માટે 55 હજારથી વધુ જવાન સતત કાર્યરત છે.
મતદાન દરમિયાન સુપૌલના ભપટીયાહી ચાંદપીપર પંચાયતમાં આવેલ બૂથ નંબર 58 પર એક શિક્ષકની તબિયત ફરજ દરમિયાન બગડી હતી ત્યારબાદ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. તેમની ઓળખાણ કરાતા મહેશપુર ગામના શૈલેન્દ્ર કુમાર હોવાના જાણવા મળ્યું હતુ. તેઓ રતનપુરની શાળામાં પ્રાધ્યાપક હતા. તેમનું મોત હાર્ટઅટેકના લીધે થયું હોવાની આશંકા છે.
તે સિવાય અરરિયાની જોકીહાટ વિધાનસભા મતવિસ્તારના એક બૂથ કેન્દ્ર પર એક હોમગાર્ડ જવાનનું પણ મોત થયું હતુ. જેના મોતનું કારણ પણ હાર્ટઅટેક હોવાનું જાણવા મળ્યું હતુ