હોળીના તહેવારને લઈને રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન, નહીં થાય ટ્રાફિક, જાણો વિગતવાર

તહેવારોની રજાઓમાં મોટા ભાગે લોકો પોતાના વતન ભણી જતાં હોય છે. મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરવાના કારણે બસ ટ્રેન જેવા વિવિધ માધ્યમો ભરચક થઈ જતાં હોય છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક મહત્વનો નિર્ણય લીધો છે. હોળીના તહેવારને લઈને Indian Railway એ Holi Special Train દોડાવવાનો નિર્ણય કર્યો છે. અહી આપણે ગુજરાત અને મુંબઈને અસર કરતી ટ્રેન વિશે માહિતી મેળવીશું…
1: બાંદ્રા ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ ટ્રેન, ટ્રેન નંબર 04714
બાંદ્રા ટર્મિનસથી શુક્રવાર, 22 માર્ચ અને 29 માર્ચે સાંજે 4 વાગ્યે ઉપડશે અને શનિવારે બપોરે 2:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ જ ટ્રેન બિકાનેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન (04713) બીકાનેરથી ગુરુવાર, 21 માર્ચ અને 28 માર્ચે બપોરે 3 વાગ્યે ઉપડશે અને શુક્રવારે બપોરે 1:40 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
ક્યાં થોભશે?
ટ્રેન નોખા, નાગૌર, મેડતા રોડ, જોધપુર, લુની, સમદરી, મોકલસર, જાલોર, મોદરન, મારવાડ ભીનવાલ, રાનીવાડા, ભીલડી, મહેસાણા, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં બે સેકન્ડ AC, પાંચ થર્ડ AC, 7 સેકન્ડ સ્લીપર અને ચાર જનરલ ક્લાસ સહિત કુલ 20 કોચ હશે.
2 ઉદયપુર-કટરા ટ્રેન સ્પેશિયલ ટ્રેન (09603)
આ ટ્રેન 19 અને 26 માર્ચે દોડશે. ઉદયપુર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશિયલ ટ્રેન 09603 મંગળવાર, 19 અને 26 માર્ચના રોજ સવારે 11 વાગ્યે ઉદયપુરથી દોડશે. તે બુધવારે બપોરે 2:10 વાગ્યે હિસાર પહોંચશે. જે અહીંથી બપોરે 2.50 કલાકે રવાના થશે.
બીજા દિવસે ગુરુવારે તે બપોરે 3.10 કલાકે કટરા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09604 કટરા-ઉદયપુર ટ્રેન 21 અને 28 માર્ચ ગુરુવારે કટરાથી સાંજે 7 વાગ્યે દોડશે. તે 6:20 વાગ્યે હિસાર પહોંચશે અને અહીંથી 6:55 વાગ્યે ઉપડશે. આ પછી તે શુક્રવારે સવારે 9.45 કલાકે ઉદયપુર પહોંચશે.
3 શ્રી ગંગાનગર-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન (04731)
શ્રી ગંગાનગર-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન શ્રી ગંગાનગરથી 20 માર્ચ અને 27 માર્ચે બપોરે 2:30 વાગ્યે ઉપડશે જે ગુરુવારે 04:50 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે. ટ્રેન નંબર 04732 આગ્રા કેન્ટ-શ્રીગંગાનગર સ્પેશિયલ ટ્રેન આગ્રા કેન્ટથી ગુરુવાર, 21 માર્ચ અને 28 માર્ચના રોજ સવારે 07:05 વાગ્યે ઉપડશે અને સવારે 10:35 વાગ્યે શ્રીગંગાનગર પહોંચશે.
ક્યાં સ્ટેશન પર થોભશે?
એક સેકન્ડ AC, છ થર્ડ AC, બે થર્ડ એસી ઇકોનોમી, 7 સેકન્ડ સ્લીપર, બે જનરલ ક્લાસ અને બે પાવર કાર કોચ સહિત કુલ 20 કોચ વાળી આ ટ્રેન, ભટિંડા, હિસાર, ભિવાની, રેવાડી, અલવર અને મથુરા સ્ટેશનો પર ઉભી રહેશે.