નેશનલ

હૉકી ઇન્ડિયા લીગનું LIVE પ્રસારણ કરશે દૂરદર્શન અને પ્રસાર ભારતી

નવી દિલ્હી: સાત વર્ષ પછી આયોજીત થઇ રહેલી આગામી હૉકી ઇન્ડિયા લીગ (એચઆઇએલ)નું દેશના રાષ્ટ્રીય પ્રસારણકર્તા પ્રસાર ભારતી જીવંત પ્રસારણ કરશે. આ સંબંધમાં પ્રસાર ભારતીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સ્પોર્ટ્સ અભિષેક અગ્રવાલ અને હૉકી ઈન્ડિયાના જનરલ સેક્રેટરી ભોલા નાથ સિંહ વચ્ચે એક સમારોહમાં એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

રાઉરકેલામાં 28 ડિસેમ્બરથી શરૂ થનારી એચઆઇએલ દૂરદર્શન અને પ્રસાર ભારતીના નવા ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ મારફતે આખા દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. હૉકી ઈન્ડિયા લીગની આ ટુર્નામેન્ટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે પુરૂષોની સ્પર્ધાની સાથે સાથે પ્રથમ વખત મહિલા લીગનું પણ આયોજન કરવામાં આવશે.

પુરુષોની સ્પર્ધા રાઉરકેલામાં રમાશે જ્યારે મહિલાઓની ચાર ટીમ વચ્ચે પ્રથમ ટૂર્નામેન્ટ રાંચીમાં યોજાશે. પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે આ ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો : પીએમ મોદીએ એશિયન જુનિયર હૉકી ટીમની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું કે …

સેહગલે કહ્યું હતું કે, “આ હૉકી માટે ગર્વની ક્ષણ છે આ એક એવી રમત છે જેણે લાખો ભારતીયોના દિલમાં સ્થાન મેળવ્યું છે અને પ્રસાર ભારતી માટે પણ કારણ કે અમે હૉકી ઈન્ડિયા લીગને દેશના ખૂણેખૂણે લઈ જવા માટે એક સાથે આવ્યા છીએ.” અમારું લક્ષ્ય આ પ્રતિષ્ઠિત લીગને આખા ભારતમાં ઘરો સુધી પહોંચાડવાનું છે જેમાં દૂરના શહેરો અને ગામડાઓ પણ સામેલ છે. જ્યાં ભવિષ્યના હૉકી સ્ટાર્સ ઉભરી રહ્યા છે.”

તેમણે કહ્યું હતું કે “દૂરદર્શનની વિશાળ પહોંચ અને અમારા ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ સાથે અમે એ સુનિશ્ચિત કરીશું કે હૉકી ઈન્ડિયા લીગ એક રાષ્ટ્રીય ઉત્સવ બની જાય જે રમત અને તેના ચાહકો વચ્ચે ગાઢ સંબંધ બનાવે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button