નેશનલ

જાણો.. HMPV વાયરસ કેટલા દેશમાં ફેલાયો, શું છે સારવાર અને રસીની સ્થિતી

નવી દિલ્હી : ચીન અને મલેશિયા પછી ઘણા દેશોમાં એચએમપીવી( HMPV)વાયરસના કેસ નોંધાયા છે. ભારતમાં પણ આ વાયરસના ચેપના કેસ નોંધાયા છે. જેમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ સોમવારે ચેતવણી આપી હતી કે HMPV કેસ ભારત સહિત વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે.

ભારતમાં ત્રણ કેસ નોંધાયા

ICMR એ જણાવ્યું છે કે બેંગલુરુમાં HMPVના ત્રણ કેસ નોંધાયા. બંને કિસ્સાઓમાં એક 3 મહિનાનું બાળક છે અને બીજું 8 મહિનાનું બાળક છે. ડોક્ટરોએ 3 મહિનાના બાળકને સાજો કરી ઘરે મોકલી દીધો છે. જ્યારે 8 મહિનાના બાળકની સારવાર ચાલી રહી છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે.

આ દરમ્યાન ગુજરાતના અમદાવાદમાં ગુજરાતમાં HMPV વાયરસના ચેપનો કેસ સામે આવ્યો છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે આવેલા બે મહિનાના બાળકમાં વાયરસનો ચેપ જોવા મળ્યો છે.

આપણ વાંચો: Stock Market Crash : ભારતમાં ચીનના HMPV વાયરસની એન્ટ્રીથી શેરબજાર ક્રેસ, 8 લાખ કરોડનું ધોવાણ…

ચીન બાદ મલેશિયા પણ ફેલાયો

HMPV વાયરસની શરૂઆત ચીનથી થઈ છે. તેની બાદ મલેશિયા અને ઘણા દેશોમાં આ વાયરસના કેસ જોવા મળ્યા. ચીનમાં એચએમપીવી સંક્રમણના કેસો વધી રહ્યા છે. 2024માં દેશમાં એચએમપીવીના 327 કેસ નોંધાયા હતા, જે 2023ના 225 કેસ કરતાં 45 ટકા વધુ છે. મલેશિયાની સરકારે તેના નાગરિકોને માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે.

HMPV એ ન્યુમોવિરિડે પરિવારનો વાયરસ છે. તેની શોધ 2001 માં થઈ હતી. તે એક શ્વસન વાયરસ છે જે સામાન્ય રીતે સામાન્ય શરદી અથવા ફલૂ જેવા લક્ષણો સાથે ઉપલા અને નીચલા શ્વસન ચેપનું કારણ બને છે.

ઈન્ફલ્યુએન્ઝા A, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને COVID-19 જેવા અન્ય શ્વસન રોગોની સાથે ચીનમાં હાલમાં HMPV ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અહેવાલો સૂચવે છે કે કેટલાક વિસ્તારોમાં હોસ્પિટલો હાઉસફૂલ છે. પરંતુ ચીની સત્તાવાળાઓ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કટોકટીની સ્થિતિ જાહેર કરી નથી.

વિશ્વના આ દેશોમાં તેની અસર

આપણ વાંચો: ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાયરસની ભારતમાં દસ્તક; આઠ મહિનાનું બાળક થયું સંક્રમિત

વર્ષ 2023 માં નેધરલેન્ડ, યુકે, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસ અને ચીનમાં HMVP ના અનેક કેસ નોંધાયા છે. બેઇજિંગની કેપિટલ મેડિકલ યુનિવર્સિટીની યુઆન હોસ્પિટલના શ્વસન અને ચેપી રોગોના વિભાગના મુખ્ય ચિકિત્સક લી ટોંગઝેંગના જણાવ્યા અનુસાર, માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવાથી રોગમાંથી રાહત મળી શકે છે.

આ વાયરસ માટે કોઇ રસી ઉપલબ્ધ નથી

આ વાયરસની રોકથામ માટે કોરોના જેવી જ માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે. હાલમાં, માનવ મેટાપ્યુમોવાયરસ સામે રક્ષણ આપવા માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. આ સિવાય એન્ટિ-વાયરલ દવાઓના ઉપયોગથી તેના પર કોઈ અસર થતી નથી.

આવી સ્થિતિમાં, એન્ટિ-વાયરલનો ઉપયોગ મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. આ વાયરસથી પીડિત લોકોને લક્ષણોને હળવા કરવા માટે કેટલીક દવાઓ આપી શકાય છે. જો કે, વાયરસને દૂર કરવા માટે હજી સુધી કોઈ સારવાર ઉપલબ્ધ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button