ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ના પાંચમા દિવસે ‘મુંબઈ સમાચાર 200 નોટ આઉટ’નું સ્ક્રીનિંગ કરાયું

પૅરિસ: અહીં યોજાયેલા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ના પાંચમા દિવસે એશિયાના સૌથી જૂનાં અને વિશ્ર્વસનીય અખબાર ‘મુંબઈ સમાચાર’ પર બનાવાયેલી ડોક્યુમેન્ટરી ‘મુંબઈ સમાચાર 200 નોટ આઉટ’નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

અહીંનાં બે મેગેઝિનમાં પણ મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટરીનું ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સ્ક્રીનિંગ કરાયું હોવાની નોંધ લેવામાં આવી હતી. ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં એ જ દિવસે અનુપમ ખેરની ફિલ્મ ‘તન્વી’નું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. બોમન ઈરાની પણ એ સમયે કાન ફેસ્ટિવલમાં હાજર હતા અને તેમણે મુંબઈ સમાચારને શુભેચ્છા આપી હતી.

બોમન ઈરાની માટે આ દિવસ એટલે પણ મહત્ત્વનો હતો કેમ કે તેમણે મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટરીને વોઈસ ઑવર આપ્યો હોવા ઉપરાંત અનુપમ ખેરની ફિલ્મ ‘તન્વી’માં અભિનય પણ કર્યો છે. બોમન ઈરાની કદાચ એવા પહેલા કલાકાર હશે જેમની બે ફિલ્મનું એક જ દિવસે ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સ્ક્રીનિંગ થયું હોય.

આ પણ વાંચો: કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ફિલ્ટર થયા ઓન, હવે આવા કપડાં નહીં પહેરી શકે સેલેબ્સ…

ઘણા બધા દેશના પેવેલિયન અહીં ઊભા કરવામાં આવ્યા છે. કાનમાં વિવિધ દેશની અનેક ફિલ્મો આવતી હોય છે. અહીંની પ્રણાલી પ્રમાણે દરેકે પોતપોતાની ફિલ્મને જાતે પ્રમોટ કરવાની હોય છે. સ્ક્રીનિંગ જ્યારે ચાલતું હોય ત્યારે ફોટો લઈને તમારે જાતે જ પેવેલિયનની બહાર ઊભા રહેવાનું હોય છે જેથી લોકો ડોક્યુમેન્ટરી જોવા પેવેલિયનમાં આવે કે જઈ શકે.

આ પણ વાંચો: કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અનોખા લૂકમાં પારુલ ગુલાટીએ ચાહકોને કર્યાં મંત્રમુગ્ધ

તમારી ફિલ્મ-ડોક્યુમેન્ટરીને પ્રમોટ કરવા માટેનું આ એક સ્થળ-પ્લેટફોર્મ છે. અહીં તમારે પોસ્ટર પણ જાતે જ લગાડવાના હોય છે, તમારી ફિલ્મ માટે લોકોને બોલાવીને જાતે જ સમજાવવાનું હોય છે. અહીં બધું તમારે જાતે જ કરવાનું હોય છે. કાન તમને માત્ર એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button