સતત ચર્ચામાં રહેતા PoKમાં શું છે હિન્દુ વસ્તીનું ગણિત? 45 લાખની વસ્તીમાંથી હિન્દુઓ……

નવી દિલ્હી: ભારતમાં જે મુદ્દો સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર રહે છે તે છે પીઓકે એટલે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળનું કાશ્મીર. આ મુદ્દો આઝાદીના સમયથી જ ચર્ચાના કેન્દ્રમાં છે. જો કે હવે પીઓકેમાં પાકિસ્તાન સરકાર સામે પ્રદર્શન થઈ રહ્યું છે અને તેનાથી પાકિસ્તાનની સરકારની ઊંઘ હરામ કરી નાખી છે. આ હિંસક પ્રદર્શનમાં 12 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. આ મુદ્દે સયુંક્ત રાષ્ટ્ર માનવધિકાર પરિષદને હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે પીઓકેમાં હિન્દુઓની વસ્તી કેટલી છે? તો ચાલો જાણીએ.
ભારતે હંમેશા પીઓકેને પોતાનો અભિન્ન હિસ્સો ગણાવ્યો છે અને તેમાં કોઇ પ્રશ્ન પણ નથી, પરંતુ હકીકત એ છે કે આજે આ પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે. પ્રદેશની કુલ વસ્તી 45 લાખ છે અને જેમાં સૌથી વધુ વસ્તી મુસ્લિમોની છે. જો કે અહી હિન્દુઓની વસ્તી 0.5 ટકા કરતાં પણ ઓછી છે. અહી પાકિસ્તાની સેના દ્વારા અનેક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે અને તેના કારણે જ લોકો પાકિસ્તાનનો વિરોધ કરતાં આવ્યા છે.
આજે ભલે પીઓકેમાં હિન્દુઓની વસ્તી નહીવત હોય પરંતુ આઝાદીના સમયે આ હિન્દુઓ વસવાટ કરતાં હતા, પરંતુ બાદમાં અહીથી સ્થાનાંતર થવા લાગ્યું હતું. જ્યારથી આ વિસ્તાર પર પાકિસ્તાનનો કબજો થયો તે સમયથી જ હિન્દુઓ આ વિસ્તાર છોડીને જતાં રહ્યા અને જે અહી બચ્યા હતા તે લોકોને પણ ખૂબ હેરાન કરવામાં આવ્યા હતા. અમુક અહેવાલોમાં જાણવા મળ્યું હતું કે અહી થોડા હિન્દુઓ વસવાટ કરે છે, જેની અંદાજે વસ્તી 500થી 1000 સુધીની હોય શકે છે. જો કે અહી મોટાભાગની વસતી મુસ્લિમોની છે.
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના લોકોમાં પાકિસ્તાની સરકાર પ્રત્યે હંમેશાથી ગુસ્સો રહ્યો છે, કારણ કે પાકિસ્તાન અહીં રહેતા લોકો પર રાજ કરવા માંગે છે, પરંતુ તેમને બાકીના લોકોને મળે છે તેવા અધિકારો આપતું નથી. આ ભાગ માટે સરકારની નીતિઓ પણ ઘણી અલગ છે. PoK લગભગ 13 હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને સુંદર ખીણોથી ઘેરાયેલું છે. પાકિસ્તાન આતંક ફેલાવવા માટે પણ આ વિસ્તારનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો…ભડકે બળતા PoK ને સ્થિર કરવા પાકિસ્તાન સરકારને નાકે દમ આવ્યો, હવે કાશ્મીરનો રાગ આલાપ્યો….