નેશનલ

લખનઉ હત્યાકાંડ મુદ્દે હિંદુ મહાસભાએ આપી પ્રતિક્રિયાઃ પરિવારને જીવતે જીવ ન્યાય ન મળ્યો પણ…

લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં આજે કાળજું કંપાવનારી ઘટના બની હતી. નવા વર્ષના પહેલા જ દિવસે એક શખસે હોટેલમાં પોતાના જ પરિવારના પાંચ સભ્યની હત્યા (Lucknow hotel mass murder) કરી નાખી હતી.

આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અરશદે તેની ચાર બહેન અને તેની માતાની હત્યા કર્યાનો ગુનો કબૂલી લીધો છે. હવે આ મામલે હિંદુ મહાસભાએ પ્રતિક્રિયા આપી છે.

હત્યાકાંડ યુપી સરકારમાં થઈ રહેલ ભ્રષ્ટાચારનું પરિમાણ

હત્યાના મામલે હિંદુ મહાસભાના નેતા શિશિર ચતુર્વેદીએ નિવેદન આપતા કહ્યું હતું એક મજબૂર ભાઈ અને બાપે પોતાના જ પરિવારના સભ્યોનો જીવ લઈ લીધા છે.

આપણ વાંચો: બીડ સરપંચ હત્યા: આરોપીઓની ધરપકડની માગણી માટે ગ્રામજનોનું ‘જળ સમાધિ’ આંદોલન…

ચાર બહેન અને માતાની હત્યા કરવાની ઘટના ચોંકાવનારી છે. આ આખી ઘટનાએ યુપી સરકારમાં નીચલા સ્તરે થઈ રહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. રાજુ, સલીમ, અહેમદ, અઝહર અને રાનુ જેવા લોકોએ તેમની જમીન પર કબજો કર્યો છે અને તેની બહેનો પર ખરાબ નજર નાખી.

પરિવારને જીવતા જીવ ન્યાય ન મળ્યો

શિશિર ચતુર્વેદીએ કહ્યું કે તેઓ તેને હૈદરાબાદ વેચવા માંગતા હતા. પરંતુ ભાઈ અને બાપ તેમની દીકરીઓની ઈજ્જતને હાનિ પહોંચે તે જોવા નહોતા માંગતા આથી તેઓએ હત્યા કરી નાખી.

આ પરિવારને જીવતી વખતે ન્યાય ન મળ્યો, પરંતુ શું આ પરિવારને મૃત્યુ પછી ન્યાય મળશે? તેણે અધિકારીઓ અને પોલીસ પાસે મદદ માંગી પરંતુ તેને ન્યાય મળ્યો નહિ. તેમણે માંગ કરી છે કે સરકારે કડક કાર્યવાહી કરીને આ મરનાર પરિવારને ન્યાય આપવો જોઈએ.

આપણ વાંચો: એવું તે શું થયું કે અરશદ બહેનો અને માતાની હત્યા કરવા મજબુર બન્યો? વિડીયો બનાવી આપવીતી જણાવી…

આરોપીના કબૂલાતનામાનો વીડિયો

આ હત્યાકાંડ બાદ આરોપીએ કબુલનામાનો વિડીયો શૂટ કર્યો હતો, જેમાં તેને હત્યા કરવા તરફ દોરી જતા કારણો વિષે પણ વાત કરી. વીડિયોમાં તેણે હત્યાના ગુનાનો સ્વીકાર પણ કર્યો છે.

6 મિનિટ અને 54 સેકન્ડના વીડિયોમાં અરશદે ઘણા લોકોના નામ લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. બહેનો અને માતાની હત્યા કર્યા બાદ તે તેના પિતા અને પોતાની જાતને મારવા માંગતો હતો. પરંતુ પોલીસે તેની ધરપકડ કરી છે. મોહમ્મદ અરશદે તેની બહેનો અને માતાનું ગળું દબાવીને અને હાથની નસો કાપીને હત્યા કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button