અયોધ્યાના રામમંદિરના ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ અમેરિકનોએ વૉશિંગ્ટનના ડીસીમાં કાર રૅલી યોજી | મુંબઈ સમાચાર
નેશનલ

અયોધ્યાના રામમંદિરના ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ અમેરિકનોએ વૉશિંગ્ટનના ડીસીમાં કાર રૅલી યોજી

કાર રેલી: અમેરિકાના વૉશિંગ્ટન ડીસીના પરાં મૅરીલૅન્ડમાં રમાયેલી કાર રેલીમાં હિન્દુ અમેરિકન સમુદાયના સભ્યોએ ભાગ લીધો હતો. (એજન્સી)

વૉશિંગ્ટન : અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ અમેરિકન સમાજે શનિવારે વૉશિંગ્ટનના ડીસીના પરાંમાં કાર રૅલીનું આયોજન કર્યું હતું. સમાજના સંખ્યાબંધ સભ્યો ફ્રેડિક સિટી મેરીલૅન્ડની નજીકના અયોધ્યા વેના શ્રી ભક્ત અંજનેય મંદિરમાં ભેગા થયા હતા. આયોજકોએ કહ્યું હતું કે કાર રૅલી યોજીને અમે અયોધ્યાના રામમંદિરની મહિનાભરની ઉજવણી શરૂ કરી હતી. વિશ્ર્વ હિન્દુ પરિષદના હિન્દુ ચેપ્ટરના પ્રમુખ મહેન્દ્ર સપાએ કહ્યું હતું કે હિન્દુઓના ૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ રામમંદિરનું ઉદ્ધાટન થવાનું છે અને આથી જ અમે ૧૦૦૦ અમેરિકન હિન્દુ કુટુંબોએ આવતા વર્ષે ૨૦ જાન્યુઆરીમાં વૉશિંગ્ટનના ડીસી એરિયામાં ઐતિહાસિક ઉજવણી રાખી છેે. ઉજવણીમાં રામલીલા, શ્રીરામની કથા, શ્રીરામની પ્રાર્થના, ભગવાન શ્રીરામ અને તેમના કુટુંબના ભજનનો સમાવેશ થાય છે. ઉજવણીના ભાગરૂપે વિવિધ વયજૂથના બાળકો ભગવાન શ્રીરામની જીવનકથાનું અમેરિકામાં જન્મેલા બાળકો પણ સમજી શકે એવું નિરૂપણ કરશે. (એજનસી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button