ભાજપ 400 પર જશે તો મથુરા અને જ્ઞાનવાપીના સ્થાને બનશે … ” હેમંત બિશ્વા શર્માએ શું કહ્યું ?
નવી દિલ્હી : પૂર્વ દિલ્લી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હર્ષ મલ્હોત્રાના સમર્થનમાં આસામના મુખ્યપ્રધાન હેમંત બિશ્વા શર્માએ (Himanta biswa Sarma) લક્ષ્મીનગરમાં ચૂંટણીને સંબોધિત કરતાં જ્ઞાનવાપી મસ્જિદ (Kashi Gyanvapi Mosque) અને મથુરા કૃષ્ણ જન્મભૂમિને (Mathura Krishna Janmbhmi)લઈને નિવેદન કરતાં કહ્યું હતું કે જો ભાજપને 400 બેઠકો મળશે તો મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પર ભવ્ય મંદિર બનશે અને કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદના સ્થાને બાબા વિશ્વનાથનું ભવ્ય મંદિર બનશે. તેમણે કહ્યું હતું કે મુઘલોએ જે જે કારનામા કર્યા છે તેમાથી ઘણું સાફ કરવાનું હજુ બાકી છે. તેમણે કહ્યું હતૂ કે ભાજપે અયોધ્યામાં રામમંદિર બનાવીને તેનું વચન પૂર્ણ કરી દીધું છે તો આ વખતે જીત પણ મોટી જ હોવી જોઈએ.
તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે કોંગ્રેસનું શાસન હતું ત્યાં સુધી એમ જ કહેવામા આવતું હતું કે કશ્મીર ભારતમાં પણ છે અને પાકિસ્તાનમાં પણ છે. ત્યારે ક્યારેય સંસદમાં ચર્ચા નહોતી થકી કે પાકિસ્તાન અધિકૃત કશ્મીર PoK પણ ભારતનું જ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી પીઓકેના લોકો પણ ભારતનો ધ્વજ લઈને ફરતા દેખાઈ રહ્યા છે.
કેજરીવાલ પર આરોપ :
હેમંત બિશ્વા શર્માએ અરવિંદ કેજરીવાલ પર આરોપ કરતાં કહ્યું હતું કે, ‘અરવિંદ કેજરીવાલ તેનું માનસિક સંતુલન ખોઈ બેસી ચૂક્યા છે, અને જાય સુધીમાં તે ઠીક થશે ત્યાં તેમણે ફરીથી જેલમાં જવાનો સમય થઈ ગયો હશે. દિલ્હીની વચગાળાની જામીન પર છૂટેલા અરવિંદ કેજરિવાલ પર શા માટે વિશ્વાસ કરશે. દેશની જનતાને પણ વિશ્વાસ છે કે દેશમાં જો કઈ સારું થશે તો તે માત્ર મોદી સરકાર જ કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પરિવારવાદનો વિરોધ કરનાર અરવિંદ કેજરીવાલ હવે તેમના પત્નીને આગળ વધારી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે પહેલા દિલ્હીમાં આવો ત્યારે લાલ કિલ્લો અને કુતુબમિનાર જોવાનું કહેવામા આવ્યું હતું જ્યારે હવે ક્લિનિક મહોલ્લા જોવાનું કહેવાય છે. પણ આસામના દરેક જીલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવામાં આવી રહી છે. દિલ્લીમાં ભાજપની સરકાર બનશે તો મહોલ્લા ક્લિનિકની જગ્યાએ મલ્ટિસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ બનશે અને મેડિકલ કોલેજ બનાવવામાં આવશે.
જનસભા બાદ હેમંત બિશ્વા શર્માએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે કોંગ્રેસ સાથે હાથ ન મિલાવવાની વાત કરનારા કેજરીવાલ આજે કોંગ્રેસની ગોદમાં જઈને બેઠા છે અને કોંગ્રેસ સાથે ઇલું ઇલું કરી રહ્યા છે. તેમણે રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે થયેલ મારપીટમાં અરવિંદ કેજરિવાલને જવાબદાર ગણાવ્યા હતા અને રાજ્યસભાના સભાપતિએ દિલ્હીના મુખ્યમંત્રી વિરુધ્ધ કાર્યવાહી કરવી જોઈએ.