મમતાના આરોપ સામે હિમંતનો સણસણતો જવાબ; કહ્યું હિન્દુઓ લઘુમતી બની જશે…..

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર અને ભાજપ શાસીત રાજ્યોની સરકાર પર બંગાળી બોલનારા પ્રવાસીઓ પર ગેરકાયદે બાંગ્લાદેશી કે રોહિંગ્યા બતાવીને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે અસમના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા શર્માએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સરહદ પારથી થઇ રેહલા મુસ્લિમ ઘુસણખોરી પર ચિંતા વ્યક્ત કરી હતી અને અસમમાં હિંદુઓ પર લઘુમતી બની જવાનો ખતરો હોવાની વાત તેમણે કરી હતી.
અસમના મુખ્ય પ્રધાને મમતા પર આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો, જયારે મમતા બેનર્જીએ ભાજપ પર બંગાળી ભાષા બોલનારા લોકો પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. આ વિવાદ અસમની સરહદ સુરક્ષા અને બંગાળી ભાષી પ્રવાસીઓના અધિકારો મુદ્દે કેન્દ્રિત છે.
આ પણ વાંચો: આસામના મુખ્ય પ્રધાનને જેલમાં મોકલવાની રાહુલ ગાંધીએ કરી વાત, હિમંત બિસ્વા સરમાએ આપ્યો વળતો જવાબ
હિન્દુઓ લઘુમતી બનવાની સ્થિતિ પર
મમતા બેનર્જીએ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપતા હેમંત બિસ્વા શર્માએ લખ્યું કે, “દીદી, હું તમને યાદ અપાવી દઉં કે અસમમાં, અમે અમારા પોતાના લોકો સાથે લડી રહ્યા નથી. અમે સરહદ પારથી થઈ રહેલા, અનિયંત્રિત મુસ્લિમ ઘૂસણખોરીનો નિર્ભયતાથી વિરોધ કરી રહ્યા છીએ, જેણે પહેલાથી જ ભયાવહ પરિવર્તન લાવી દીધું છે. ઘણા જિલ્લાઓમાં, હિન્દુઓ હવે પોતાની જ જમીન પર લઘુમતી બનવાની સ્થિતિ પર છે.”
મમતા પર રાજકીય રંગ આપવાના પ્રયાસનો આરોપ
તેમણે આગળ લખ્યું કે આ કોઈ રાજકીય વાર્તા નથી, પરંતુ એક વાસ્તવિકતા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતના સર્વોચ્ચ અદાલતે પણ આ પ્રકારની ઘૂસણખોરીને બાહ્ય આક્રમણ ગણાવ્યું છે. તેમણે મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો કે જ્યારે આસામ પોતાની જમીન, સંસ્કૃતિ અને ઓળખની સુરક્ષા માટે ઊભું રહે છે, ત્યારે તેઓ તેને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરે છે.
સ્પષ્ટતા કરી કે અસમ લોકોને ભાષા કે ધર્મના આધારે વિભાજિત નથી કરતું. તેમણે કહ્યું કે આસામી, બાંગ્લા, બોડો અને હિન્દી સહિતની તમામ ભાષાઓ અને સમુદાયો અહીં સહ-અસ્તિત્વ ધરાવે છે. જોકે, તેમણે ચેતવણી આપી કે કોઈપણ સંસ્કૃતિ ત્યાં સુધી જીવંત રહી શકતી નથી જ્યાં સુધી તે પોતાની સીમાઓ અને સાંસ્કૃતિક પાયાનું રક્ષણ ન કરે.
આ પણ વાંચો: યોગીના માર્ગે હિમંતા! આસામ સરકાર લવ જેહાદ માટે કાયદો લાવશે, આજીવન કેદ થશે
બંગાળના ભવિષ્ય સાથે સમાધાન કરવાનો આરોપ
હિમંત બિસ્વા સરમાએ મમતા બેનર્જી પર બંગાળના ભવિષ્ય સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે બંગાળમાં એક ખાસ સમુદાય દ્વારા ગેરકાયદેસર અતિક્રમણને પ્રોત્સાહન આપવું, વોટ બેંક માટે એક ધાર્મિક સમુદાયનું તુષ્ટિકરણ કરવું, અને સરહદ પર ઘૂસણખોરી છતાં રાષ્ટ્રીય અખંડિતતાને નુકસાન પહોંચાડવા પર ચૂપ રહેવું – આ બધું ફક્ત સત્તામાં ટકી રહેવા માટે છે. તેમણે અંતમાં કહ્યું કે આસામ પોતાની વિરાસત, પોતાની ગરિમા અને પોતાના લોકોની સુરક્ષા માટે હિંમત અને બંધારણીય સ્પષ્ટતા સાથે લડતું રહેશે.