કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈની પત્નીના ISI સાથે સંબંધો? હિમંતા બિસ્વા સરમાના આરોપથી ખળભળાટ

ગુવાહાટી: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને તેમની પત્ની એલિઝાબેથ કોલબર્ન ગોગોઈનાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા સાથે સંબંધ હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. સરમાએ આ કેસની તાપસ કરવા કેન્દ્રીય એજન્સીને વિનંતી કરી છે. ગોગોઈએ આ આરોપોને ફગાવી દીધા છે.
એક પ્રેસ કોન્ફરન્સમાં હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો હતો કે એલિઝાબેથ કોલબર્ને 2011-12 દરમિયાન પાકિસ્તાન આયોજન પંચના ભૂતપૂર્વ સલાહકાર તૌકીર શેખ હેઠળ ઇસ્લામાબાદમાં કામ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે એલિઝાબેથે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને ભારતની ગુપ્ત માહિતી શેર કરી હતી.
આપણ વાચો: કોણ છે આ કૉંગ્રેસી સાંસદની વિદેશી પત્ની જેના પર ભાજપે હોબાળો મચાવ્યો છે
સરમાએ આરોપ લગાવ્યો કે એલિઝાબેથ અટારી બોર્ડરથી કરીને પાકિસ્તાનમાં પ્રવેશ કરતી હતી. ગૌરવ ગોગોઈ સાથે લગ્ન કર્યા પછી બાદ તે નવ વખત પાકિસ્તાન ગઈ છે. સરમાએ કહ્યું, “તે (એલિઝાબેથ) અલી તૌકીર શેખ નામના પાકિસ્તાની નાગરિકની ખૂબ નજીક હતી. જ્યારે અમે એલિઝાબેથને આ વિશે પ્રશ્નો પૂછ્યા હતાં, ત્યારે તેણીએ જવાબ આપવાનો ઇનકાર કર્યો.”
નોંધનીય છે કે એલિઝાબેથ કોલબર્ન બ્રિટિશ મૂળની છે. સરમાએ આરોપ લગાવ્યો કે વર્ષ 2013 માં પાકિસ્તાન પ્રવાસ દરમિયાન, ગૌરવ ગોગોઈ અને એલિઝાબેથને ફક્ત લાહોરની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને ઇસ્લામાબાદ અને કરાચીની પણ મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી.
આપણ વાચો: દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો બનશે બ્રહ્મપુત્ર નદી પર ચીનનો ડેમ, કોંગ્રેસ સાંસદની ચેતવણી…
કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસની માંગ:
આસામ સરકારે આરોપોની તપાસ માટે એક SIT ની રચના કરી હતી. SIT એ રાજ્ય સરકારને અહેવાલ સુપરત કર્યો હતો જેના આધારે, અસમ કેબિનેટે આ કેસની તાપસ કેન્દ્રીય એજન્સી દ્વારા કરવાની ભલામણ કરી. સરમાએ કહ્યું કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંમતિ આપે પછી આ તપાસ કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવશે.
ગૌરવ ગોગોઈ પર આરોપ:
સરમાએ ગૌરવ ગોગોઈ પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ યુવાનોના એક જૂથ સાથે પાકિસ્તાન દૂતાવાસ ગયા હતા. તેમણે ત્યાં ઘણો સમય વિતાવ્યો. આ પછી અબ્દુલ બાસિત (ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઇ કમિશનર) પણ આસામની મુલાકાતે આવ્યા હતાં.
ગૌરવ ગોગોઈએ આરોપો નકાર્યા:
નોંધનીય છે કે ગૌરવ ગોગોઈએ આસામના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈના દીકરા છે, તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સરમાની પ્રેસ કોન્ફરન્સને “સુપર ફ્લોપ” અને “સી ગ્રેડ સિનેમા કરતાં પણ ખરાબ” ગણાવી.
તેમણે કહ્યું, “મુખ્ય પ્રધાન દ્વારા રજૂ કરાયેલા મુદ્દા મૂર્ખતાપૂર્ણ અને બનાવટી છે. અમારી ટીમે મુખ્યપ્રધાન અને તેમના પરિવારના સભ્યો દ્વારા કબજે કરાયેલી 12,000 વીઘા જમીન શોધી કાઢી છે, જેના બદલે આવ આરોપ લગાવવામાં આવી રહ્યા છે.”



