નેશનલ

પહેલગામમાં મૃત્યુ પામેલા વિનયની પત્ની હિમાંશીની વ્હારે આવ્યું મહિલા આયોગ, કહ્યું કે…

નવી દિલ્હીઃ પહેલાગામ હુમલાનો જે ફોટો વૈશ્વિક સ્તરે વાયરલ થયો છે જે વિનય નરવાલની પત્ની હિમાંશી નરેવાલને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે. પતિના મૃતદેહ પાસે બેઠેલી હિમાંશીનો ફોટો એ હુમલાની ભયાનકતા દર્શાવી રહ્યો છે, પરંતુ નરેવાલના અંતિમ સંસ્કાર સમયે હિમાંશીએ આપેલા નિવેદન બાદ અમુક લોકોએ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. હિમાંશીએ તે સમયે કહ્યું હતું કે અમે મારા પતિ અને અન્યે મૃતકોને ન્યાય મળે તેમ ચોક્કસ ઈચ્છીએ છીએ, પરંતુ તમામ કાશ્મીરીઓ અને મુસલમાનોને નફરત કરવાનું યોગ્ય નથી. તેનાં આ નિવેદન બાદ ઘણા લોકોએ તેનાં વિરુદ્ધ કમેન્ટ્સ કરી હતી, જેમાં તેને અમુક અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા. (National comission for Women)

જોકે ત્યારબાદ તેનાં સમર્થનમાં પણ ઘણા આવ્યા હતા. શિવસેના (યુબીટી)ની રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે આ પ્રકારું ટ્રોલિંગ બીમાર માનસિકતાની નિશાની છે. આતંકવાદીઓએ શારરિક રીતે તેને મારી છે, પરંતુ આ કી બોર્ડ઼ પર બેઠેલાઓ તેના મન અને ભાવનાઓને પણ મારી રહ્યા છે. એક મહિલાએ તેનો પિત ખોયો છે અને હવે જીવનભર તેણે તેની યાદમાં જીવવાનું છે. તેણે આ માટે કેન્દ્રમાં શાસન કરતી ભાજપને જવાબદાર ગણી હતી. તેણે આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને પણ ઝાટક્યા હતા કારણ કે પક્ષનો ભાજપ સેલ જ આવી પ્રવૃત્તિઓ કરે છે.

હવે હિમાંશીની પડખે મહિલા આયોગ પણ આવ્યું છે. મહિલા આયોગે ટ્વીટ કરી આ પ્રકારના ટ્રોલિંગને વખોડી કાઢ્યું છે. કોઈ મહિલાની વિચારસરણી પર આ રીતે કમેન્ટ્સ ન થવી જોઈએ તેમ વિજયા રાહટકરે જણાવ્યું હતું. મહિલા આયોગે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે કોઈ મહિલાને તેની વૈચારિક અભિવ્યક્તિ અથવા અંગત જીવનના આધારે ટ્રોલ કરવી કોઈપણ સ્વરૂપમાં સ્વીકાર્ય નથી. કોઈપણ પ્રકારની સંમતિ કે અસંમતિ હંમેશાં એક મર્યાદામાં રહીને દર્શાવવી જોઈએ. લોકો આ ઘટનાથી કો્રધિત છે, પરંતુ આ રીતે કોઈ મહિલાના અંગત જીવન કે તેની અભિવ્યક્તિને વખોડવામાં તેની ગરિમાનું ધ્યાન ન રહે તે યોગ્ય નથી.

નેવી લેફનન્ટ વિનય અને હિમાંશીના લગ્ન પહેલગામ હુમલાના એક અઠવાડિયા પહેલા જ થયા હતા. હિમાંશીએ પતિની યાદમાં બ્લડ કેમ્પ પણ યોજયો હતો. તે સમયે તેમે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે આખો દેશ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કહે. તેઓ જ્યાં રહે ત્યાં ખુશ રહે. અમે ચોક્કસ ન્યાયની અપેક્ષા રાખીએ છીએ, પરંતુ તમા કાશ્મીરી કે મુસ્લિમો સામે નફરત ફેલાવવાનું યોગ્ય નથી. અમે શાંતિ ઈચ્છીએ છીએ.

આપણ વાંચો : વિનય નરવાલના જન્મદિવસે પત્ની હિમાંશીએ આપ્યું મોટું નિવેદન, અમે લોકો ન્યાય…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button