
રોહતક: હરિયાણાના રોહતકમાં કોંગ્રેસની યુવા મહિલા કાર્યકર્તા હિમાની નરવાલનો મૃતદેહ શનિવારે એક સુટકેસમાં મળી આવ્યા બાદ ખળભળાટ મચી (Himani Narwal Murder Case) ગયો છે. એક સક્રિય કોંગ્રેસ કાર્યકર્તાની હત્યાની કારણે આ કેસ રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચાનો વિષય બન્યો છે, હત્યા બાદ કોંગ્રેસ હરિયાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલ ઉઠાવી રહી છે. અહેવાલોમાં આ હત્યા કેસ અંગે મોટા ખુલાસા થયા છે.
Also read : ગંગા નદીના પાણી અંગે બિહાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આપ્યો ચોંકાવનારો રિપોર્ટ, સ્નાન કરવા યોગ્ય નહીં…
હિમાની નરવાલ હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરવા માટે હરિયાણા પોલીસ રાજકીય દબાણ ઘણું વધી ગયું હતું. પોલીસે રવિવારે રાત્રે બે લોકોની અટકાયત કરી હતી. બંનેની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરી છે. હિમાની નરવાલ હત્યા કેસ અંગે પોલીસ આજે સોમવારે મોટો ખુલાસો કરી શકે છે.
આરોપી હિમાની સાથે રિલેશનશિપમાં હતો?
અહેવાલ મુજબ આરોપીની ઓળખ બહાદુરગઢના રહેવાસી સચિન તરીકે થઈ છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આરોપી હિમાની સાથે રિલેશનશિપમાં હતો. હિમાની સચિનને બ્લેકમેલ કરતી હતી અને તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતાં. જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હિમાનીની હત્યા તેના જ ઘરમાં કરવામાં આવી હતી. જે સુટકેસમાં હિમાનીનો મૃતદેહ મળ્યો હતો તે પણ હિમાનીના ઘરનો જ હતો. આરોપી પાસેથી હિમાનીનો મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે.
જોકે પોલીસે સતાવાર રીતે હજુ સુધી કોઈ જાણકારી આપી નથી, કેસની તપાસ તપાસ ચાલુ છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ હત્યા પાછળના સાચા કારણો જાણી શકાશે.
હિમાની નરવાલ છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલી હતી. તેણે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં પણ ભાગ લીધો હતો, હિમાની રોહતકથી આ યાત્રામાં જોડાઈ અને શ્રીનગર સુધી યાત્રા કરી હતો. ભારત જોડો યાત્રા દરમિયાન, રાહુલ ગાંધી સાથે હિમાનીનો ફોટો પણ વાયરલ થયો હતો.
Also read : Uttrakhand ના ચમોલી હિમપ્રપાત માં 46 કામદારોને બચાવાયા, આઠના મોત…
હિમાની નરવાલનો મૃતદેહ 1લી માર્ચે રોહતકમાં એક હાઇવે પાસે એક સુટકેસમાંથી મળી આવ્યો હતો.