હિમાલય પર્વતમાળા પર્યાવરણીય સંકટનો સામનો કરી રહી છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ઇકોલોજી અને પર્યાવરણીય પરિસ્થિતિઓ સંબંધિત મુદ્દો માત્ર હિમાચલ પ્રદેશ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર હિમાલય પ્રદેશ તેનો સામનો કરી રહ્યો છે. જે હાલમાં ‘ખૂબ જ હિંસક’ છે, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની ખંડપીઠે જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં પ્રવર્તતી ઇકોલોજી અને પર્યાવરણીય પરિસ્થિતિઓ સાથે સંબંધિત મુદ્દાઓને લગતા સુઓ મોટો કેસમાં ૨૩ સપ્ટેમ્બરે પોતાનો આદેશ પસાર કરશે.
ન્યાયાધીશ મહેતાએ કહ્યું કે આખરે તે માત્ર હિમાચલ પ્રદેશ પૂરતું મર્યાદિત રહેશે નહીં. સમગ્ર હિમાલય પર્વતમાળા તેનો સામનો કરી રહી છે. આ વખતે તે ખૂબ જ હિંસક રહ્યું છે. સુનાવણી દરમિયાન હિમાચલ પ્રદેશના એડવોકેટ જનરલ અને એડિશનલ એડવોકેટ જનરલે ખંડપીઠને આ મામલે રાજ્ય દ્વારા દાખલ એક અહેવાલ વિશે માહિતી આપી હતી.
આ પણ વાંચો…હિમાલયની 17,000 ફૂટની ઊંચાઈ પર MARCOSનું પરાક્રમ, જાણો અનોખા યુદ્ધ અભ્યાસની વિશેષતાઓ