શિમલાની સંજૌલી મસ્જિદનો વિવાદ વકર્યો, શુક્રવારની નમાઝ અદા ના કરાઈ…

શિમલા: હિમાચલ પ્રદેશના શિમલામાં સંજૌલી મસ્જિદ વિવાદમાં સ્થાનિક વહીવટીતંત્રે સંઘર્ષ ટાળ્યો છે. જેના પગલે ગેરકાયદે સંજૌલી મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા કરવામાં ન આવી હતી. જેમાં બહારના લોકોને મસ્જિદ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. જયારે આ વિવાદના ઉકેલ માટે હિન્દુ સંઘર્ષ સમિતિ અને વહીવટીતંત્રએ એક કમિટીની રચના કરી છે.
ભૂખ હડતાળ કામચલાઉ ધોરણે મુલતવી
સંજૌલી મસ્જિદના વિવાદ વચ્ચે હિન્દુ સંઘર્ષ સમિતિએ તેમની ભૂખ હડતાળ કામચલાઉ ધોરણે મુલતવી રાખી છે. જોકે, વહીવટીતંત્ર પર દબાણ લાવવા માટે વ્યક્તિગત રીતે કાર્યકરો દરરોજ તેમની ભૂખ હડતાળ ચાલુ રાખશે. સ્થાનિક વહીવટીતંત્રે ગેરકાયદે મસ્જિદની વીજળી અને પાણી પુરવઠો કાપી નાખવા અંગે કાનૂની ગૂંચવણોનો ઉલ્લેખ કર્યો છે. જેના પર હિન્દુ સંઘર્ષ સમિતિ અને વહીવટીતંત્ર દ્વારા રચાયેલી સમિતિ 29 નવેમ્બરના રોજ મળનારી બેઠકમાં નિર્ણય લેશે.
જયારે વહીવટીતંત્રએ હિન્દુ સંઘર્ષ સમિતિના કાર્યકરો વિરુદ્ધ દાખલ કરાયેલી એફઆઈઆર રદ કરવા માટે મૌખિક સંમતિ આપી છે.પરંતુ કાનૂની પ્રક્રિયા 29 નવેમ્બરે મળનારી બેઠકમાં નક્કી કરવામાં આવશે. ગેરકાયદે મસ્જિદમાં શુક્રવારે બપોરે 1.00 વાગ્યે નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ આવ્યું હતું અને મસ્જિદ બંધ છે. જયારે કેરકેટરે કોઈની સાથે વાત નથી કરી રહ્યો.
મસ્જિદ તોડી પાડવાનો નિર્ણય લેવાની માંગ કરી
જોકે, હિન્દુ સમિતિના આમરણાંત ઉપવાસ મુલતવી રાખવાના નિર્ણયથી સંગઠનના ઘણા કાર્યકરો નારાજ થયા હતા. તેઓએ સંજૌલીથી શિમલા જવાનો રસ્તો રોકી દેવાનો પ્રયાસ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. આ કાર્યકરોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર સતત આ મામલામાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને શક્ય તેટલી વહેલી તકે ગેરકાયદે મસ્જિદ તોડી પાડવાનો નિર્ણય લેવાની માંગ કરી હતી.
આ પણ વાંચો…Sanjauli Mosque મામલે મુસ્લિમ પક્ષને આંચકો, ત્રણ માળ તોડી પડાશે…



