એક યુવતીને પરણનારા બે ભાઈઓ પર સોશિયલ મીડિયા ટ્રોલની થઈ શું અસર ?

સિરમૌર, હિમાચલ પ્રદેશઃ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં શિલ્લાઈ ગામના એક લગ્ન અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. વાસ્તવમાં બે સગા ભાઈઓએ એક જ મહિલા સાથે લગ્ન કર્યા હોવાથી લોકોએ ચર્ચા શરૂ કરી છે. આ એક એવા લગ્ન છે જેણે મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. અત્યારે આ બંને ભાઈઓએ લગ્ન મામલે મૌન તોડ્યુ અને મીડિયા સાથે વાત કરી છે. તો ચાલો જાણીએ શા માટે આ બે ભાઈએ એક જ મહિલા સાથે લગ્ન કર્યાં છે….
આ પરંપરા સદીઓથી પ્રચલિત છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશેઃ પ્રદીપ
આ વિસ્તારમાં હજી પણ જોડીદાર પ્રથા ચાલી રહી છે. આ પ્રથામાં એક જ સ્ત્રી સાથે અનેક ભાઈઓ લગ્ન કરે છે. નવપરિણીત વરરાજાઓમાંના એક પ્રદીપ નેગીએ જણાવ્યું કે, આ પરંપરા સદીઓથી પ્રચલિત છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. જોડીદાર પ્રથા ફક્ત તેમના વિસ્તાર સુધી મર્યાદિત નથી, પરંતુ ઉત્તરાખંડના જૌંસર-બાવરમાં પણ આ પ્રથા પ્રચલિત છે. જો કે, કેટલાક લોકો આ પ્રથાનો વિરોધ પણ કરે છે. પરંતુ અહીં બંને ભાઈએ પરિવારની મંજૂરી સાથે આ લગ્ન કર્યાં અને જોડીદાર પ્રથા ચાલુ રાખી છે.
આ પ્રથાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ટીકાનો થઈ રહી છે. છતાં, આ સાંસ્કૃતિક રિવાજોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રદીપે કહ્યું કે, સોશિયલ મીડિયામાં કેટલાક લોકો અમારું અપમાન કરી રહ્યા છે, પરંતુ મને તેનાથી કોઈ ફરક પડતો નથી’
અમે સમાચારમાં રહેવા માટે લગ્ન નથી કર્યાઃ પ્રદીપ
પ્રદીપનું કહેવું છે કે, તે એક ગરીબ પરિવારમાંથી આવે છે જેમની પાસે ઓછી મિલકત હતી. આ મામલે કપિલ નેગીએ કહ્યું કે, ‘અમે સમાચારમાં રહેવા માટે લગ્ન નથી કર્યા. ઘણા પરિવારોમાં, બે ભાઈઓ એક જ સ્ત્રી સાથે લગ્ન કરે છે. અમારા લગ્નની માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તેના કારણે આ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે’. બંને ભાઈઓનું કહેવું છે કે, અમે કોઈ ખોટું કામ નથી કર્યું. અમે માત્ર અમારા સાંસ્કૃતિક મૂલ્યો અને વારસાને સાચવી રહ્યાં છીએ.
બે ભાઈઓએ કુન્હટ ગામની સુનિતા સાથે લગ્ન કર્યાં
આ જોડીદાર લગ્નની વાત કરવામાં આવે તો, બંને પરિવારો અને સમાજની મંજૂરી સાથે 12થી 14 જુલાઈ દરમિયાન થયાં હતાં. સિરમૌર જિલ્લાના શિલ્લાઈમાં થિંડો પરિવારમાં નેગી પરિવારના બે ભાઈઓએ કુન્હટ ગામની સુનિતા સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન સંપૂર્ણ રીતે ધાર્મિક વિધિ પ્રમાણે થયાં હતાં. પ્રદીપ જલ શક્તિ વિભાગમાં કામ કરે છે, જ્યારે કપિલ વિદેશની કોઈ કંપનીમાં રસોઈયા તરીકે નોકરી છે. આ બંને ભાઈઓએ સુનિતા નામની મહિલા સાથે લગ્ન કર્યાં છે. જેથી તેઓ ભારતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.