નેશનલ

Himachalના CM સુખુએ બાગી ધારાસભ્યોને લીધા આડે હાથ, કહ્યું, ‘તેઓ કોંગ્રેસનાં કાળા નાગ છે’

શિમલા: હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે (Himachal Pradesh Political Crisis), મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુ (CM Sukhwinder Singh Sukhu) એ શુક્રવારે સોલન જિલ્લાની જનતાને રૂ. 88 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. ધરમપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે, CM સુખુએ હિમાચલ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના છ ધારાસભ્યોને આડે હાથ લીધા હતા. અને તેમને કાળા નાગ પણ કહ્યા. જનસભાને સંબોધિત કરતી વખતે CM પણ ભાવુક પણ દેખાયા હતા.

જનસભાને સંબોધતા મુખ્યમંત્રી સુખુએ કહ્યું કે કેટલાક લોકોએ ષડયંત્રના ભાગરૂપે સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હું તેમનાથી ડરતો નથી. પોતાની ઈજ્જત વેચનાર ધારાસભ્ય વિધાનસભા વિસ્તારની જનતાનું શું ભલું કરશે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને જેઓ કોંગ્રેસના કાળા સાપ હતા, તેઓએ તેમની પ્રામાણિકતા વેચી દીધી. 28મી (ફેબ્રુઆરી)ના રોજ બજેટ પસાર થવાનું હતું, 27મીએ તેઓ સ્પીકરની પાસે જઈને તેને ધમકાવવામાં આવ્યા.

કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધતા મુખ્યમંત્રીએ કહ્યું કે દગો કરનારા છ કાળા સાપ રોડથી આવ્યા નથી. તેમને CRPF અને હરિયાણા પોલીસ મળી, તેમને હેલિકોપ્ટર મળ્યા. તેઓ હેલિકોપ્ટર દ્વારા આવ્યા હતા અને બજેટની અંદર બેઠા ન હતા, કોંગ્રેસની તરફેણમાં બેઠા ન હતા. એ બજેટમાં ગરીબો માટે યોજનાઓ હતી. હું રાજકીય ષડયંત્રનો શિકાર બનવા માંગતો નથી.

આપને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ધારાસભ્યોને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય પક્ષપલટાને રોકવાનો છે. પ્રેસ કોન્ફરન્સમાં છ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરતા, હિમાચલ સ્પીકરે કહ્યું હતું કે તેઓ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરે છે કારણ કે તેઓએ વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું.

ગેરલાયક ઠેરવવામાં આવેલા ધારાસભ્યોમાં રાજીન્દર રાણા, સુધીર શર્મા, ઈન્દર દત્ત લખનપાલ, દેવિન્દર કુમાર ભુટ્ટુ, રવિ ઠાકુર અને ચેતન્ય શર્માનો સમાવેશ થાય છે. બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા બાદ ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા 68થી ઘટીને 62 થઈ ગઈ છે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 40થી ઘટીને 34 થઈ ગઈ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત