નેશનલ

Himachal Pradesh સરકારે વધતા આર્થિક સંકટના પગલે લીધો આ મોટો નિર્ણય

શિમલા : દેશમાં કોંગ્રેસ શાસિત રાજ્ય હિમાચલ પ્રદેશ સરકારે (Himachal Pradesh)વધતા આર્થિક સંકટના પગલે મોટો નિર્ણય લીધો છે. જેમાં સીએમ સુખવિંદર સિંહ સુખુ સહિત તમામ મંત્રીઓ બે મહિના સુધી પગાર નહીં લે.આની સાથે મુખ્ય સંસદીય સચિવ પણ આગામી બે મહિના સુધી પગાર નહીં લે. રાજ્યની આર્થિક સ્થિતિને જોતા મુખ્યમંત્રી અને મંત્રીઓએ આ નિર્ણય લીધો છે.

રાજ્યને 2000 કરોડ રૂપિયાનો બોજ પડ્યો

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે જૂન 2022 પછી GST વળતર બંધ થવાને કારણે રાજ્યને આવકમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યને વાર્ષિક 2500 થી 3000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાને કારણે રાજ્યને 2000 કરોડ રૂપિયાનો બોજ પડ્યો છે. આ આર્થિક પડકારો અંગે જણાવતા સીએમ સુખુએ કહ્યું કે વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર નીકળવું આસાન નહીં હોય.

1800 કરોડ રૂપિયાનો ઘટાડો થયો

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે તેમને કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ મળી રહી નથી. તેમણે કહ્યું કે, વર્ષ 2023-24માં મહેસૂલી ખાધ ગ્રાન્ટ રૂ. 8,058 કરોડ હતી. જે આ વર્ષે ઘટીને રૂ. 6,258 કરોડ થઈ છે. એટેલે કે 1800 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

કેન્દ્ર સરકાર તરફથી કોઈ રકમ મળી નથી.

આવતા વર્ષે આ ગ્રાન્ટમાં 3,000 કરોડ રૂપિયાનો ઘટાડો થવાની સંભાવના છે અને તેના કારણે તે ઘટીને માત્ર 3,257 કરોડ રૂપિયા પર આવી જશે. સીએમ સુખુએ હિમાચલમાં આવેલી આપત્તિ બાદ જરૂરિયાતોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ માટે રાજ્યને 9,042 કરોડ રૂપિયાની જરૂર છે પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ રકમ મળી નથી.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button