પાકિસ્તાન ઝિંદાબાદ કહેવું દેશદ્રોહ ગણાય કે નહીં ? હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?

હિમાચલ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ પોસ્ટ કરવા મામલે આરોપી સુલેમાનને હિમાચલ હાઈકોર્ટે શરતી જામીન આપી દીધા છે.
હિમાચલ હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, ભારતની નિંદા કર્યા વિના કોઈ અન્ય દેશની પ્રશંસા કરવી તે રાજદ્રોહ નથી. કોર્ટનું માનવું છે કે, આના કારણે કોઈની લાગણીઓ ના દુભાઈ શકે છે. કોર્ટનો આ ચુકાદો ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક છે.
હિમાચલ હાઈકોર્ટે સુલેમાન કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો
હિમાચલ હાઈકોર્ટના ન્યાયાધીશ રાકેશ કૈંથલાએ ચુકદો આપતા કહ્યું કે, સુલેમાન પર એવો કોઈ આરોપ નથી કે તેણે ભારતનો કે સરકારને વિરોધ કર્યો હોય કે અથવા તો ભારત પ્રત્યે નફરત કે અસંતોષ વ્યક્ત કર્યો હોય!
સુલેમાને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે પાકિસ્તાન ઝિંદાબાદ લખ્યું હતું તે મામલે તેના પર કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યારે હિમાચલ હાઇકોર્ટે સુનાવણી કરતા ચુકાદો આપ્યો છે.
આરોપી સામે કલમ 152 હેઠળ ગુનો દાખલ નોંધાયેલો
આ સમગ્ર મામલે વિગતે વાત કરવામાં આવે તો, સિરમૌર જિલ્લાના પાંવટા સાહિબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 27મી મેંના રોજ એક ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 152 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
તેના પર એવો આરોપ હતો કે તેણે વડાપ્રધાનના ફોટા સાથે પાકિસ્તાન ઝિંદાબાદ લખ્યીને તે ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટ કરી ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ હોવાથી તે મામલાને ગંભીર રીતે લેવામાં આવ્યો હતો. જેથી સુલેમાને 8મી જૂને સામેથી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું.
કઈ શરતી આધારે જામીન આપવામાં આવ્યાં?
આરોપીએ દરેક સુનાવણીમાં હાજર રહેવું પડશે
આરોપીએ કોઈ સાક્ષીઓને ધમકાવશે નહીં અને કોઈ સબૂતને પણ પ્રભાવિત નહીં કરે
જો આરોપી પાસે કોઈ પાસપોર્ટ હોય તો તે કોર્ટને સોંપી દેવો
પોતાના વર્તમાન રહેણાંક સ્થળેથી 7 દિવસથી વધારે સમય બહાર નહીં રહી શકે
આરોપીએ પોતાનો મોબાઈલ નંબર, સોશિયલ મીડિયા સંપર્ક જેવી વિગતો કોર્ટ અને પોલીસને આપી પડશે
કોર્ટ કે પોલીસ દ્વારા જ્યારે પણ નોટિસ આવે તો તેનું પાલન કરવાનું રહેશે
આ કેસમાં પોલીસે 6 ઓગસ્ટે ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જો કે, ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપીને જામીન આપવામાં આવ્યાં નહોતી. જેથી તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અત્યારે હિમાચલ હાઈકોર્ટે આરોપીને રૂપિયા 50,000 ના બોન્ડ અને એટલી જ રૂપિયા સાથે શરતી જામીન આપ્યાં છે.
આ પણ વાંચો…Himachal સરકાર હાઈડ્રો પ્રોજેક્ટ માટે એક રસ્તો પણ ન બનાવી શકી, હવે કોર્ટે આપ્યો આ આદેશ