નેશનલ

બુરખા વિવાદ પાકિસ્તાન પહોંચ્યોઃ નીતીશ કુમારને મળી ધમકી, સુરક્ષા વધારાઈ

પટનાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે મુસ્લિમ મહિલા ડૉક્ટરનો બુરખો હટાવવાનો પ્રયત્ન કર્યો હતો તે વિવાદ હવે વધારે વણસી રહ્યો છે. આ મામલે પાકિસ્તાનના ડોને નીતીશ કુમારને ધમકી આપી છે. બુરખા વિવાદ મામલે નીતીશ કુમારની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કેટલાક ગુનેગાર અને અસામાજિક તત્વો સીએમ નીતીશ કુમારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે તેવી સુરક્ષા એજન્સીને આશંકાઓ છે.

સુરક્ષા એજન્સીએ સોશિયલ મીડિયામાં સર્વેલન્સ શરૂ કર્યું

સુરક્ષા એજન્સીઓને આશંકાઓ છે કે સીએમ નીતીશ કુમાર પર હુમલો થઈ શકે છે. જેથી અત્યારે સુરક્ષા એજન્સીઓ સોશિયલ મીડિયા પર પણ સર્વેલન્સ કરી રહી છે. એટલું જ નહીં પરંતુ વિવાદિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ નજર રાખવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ધમકી બાદ વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને વહીવટીતંત્રે નીતિશ કુમારની સુરક્ષા વધુ કડક બનાવી દીધી છે.

કાર્યક્રમો અને આવાસ આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા કડક

ડીજીપી બિહાર અને એડીજી સ્તરે મુખ્યમંત્રી નીતીશ કુમારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ એસએસજીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અત્યારે નીતીશ કુમારની પાસે માત્ર નજીકના લોકો જ જઈ શકશે, અન્ય કોઈ વ્યક્તિ તેમની પાસે નહીં જઈ શકે તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે. સીએમ આવાસ સાથે સાથે નીતીશ કુમારના કાર્યક્રમો અને આવાસ આસપાસના વિસ્તારોમાં પર પણ સુરક્ષા વધારીને સતત નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

બુરખા વિવાદ મામલે સોશિયલ મીડિયામાં નીતીશનો વિરોધ

બુરખા વિવાદ બાદ અનેક લોકોએ સોશિયલ મીડિયામાં નીતીશ કુમારનો વિરોધ કરી રહ્યાં છે અને વિવાદિત નિવેદનો પણ આપી રહ્યાં છે. જેને ધ્યાને લેતા સીએમની સુરક્ષાને અપગ્રેડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં નીતીશ કુમારને તે વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પ્રખ્યાત લેખક અને સંગીતકાર જાવેદ અખ્તરે પણ નીતીશ કુમાર મામલે પોતાની પ્રતિક્રિયા આપી અને જાહેરમાં કોઈ પણ પ્રકારની શરત વિના મુસ્લિમ મહિલા પાસે માફી માંગવા માટે કહ્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button