નેશનલ

વેપારધંધા જ નહીં ટોલટેક્સથી પણ સરકારી તિજોરી ભરવામાં ગુજરાત મોખરેઃ જાણો આંકડા…

નવી દિલ્હીઃ ભારતમાં માર્ગ-પરિવહન અને રાજમાર્ગ મંત્રાયલ દ્વારા પ્રતિ દિન રોડ બનાવવામાં આવી રહ્યાં છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં સારી એવી રોડ સુવિધા આપવામાં આવે છે. પરંતુ તેના માટે તમારે ટોલ પણ ચુકવવો પડે છે. પછી ભલે તમે રાજ્યના માર્ગ પર ચાલતા હોવ કે, નેશનલ હાઈવે પર, પરંતુ તમારે તેના માટે પૈસા તો આપવા જ પડે છે. ભારત સરકારને આ મંત્રાલય હજારો કરોડો રૂપિયાની કમાણી કરી આપે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ભારતમાં સૌથી વધુ કમાણી કરતો ટોલ પ્લાઝા બીજો કોઈ નહીં પણ વડોદરા-ભરૂચ પરનો હાલનો ભરથાણા ટોલ પ્લાઝા છે. તો ચાલો જાણીએ ભારતના એવા 10 ટોલ પ્લાઝા વિશે જેણે છેલ્લા 5 વર્ષમાં 14 હજાર કરોડની કમાણી કરી છે.

આ પણ વાંચો…વક્ફ સુધારા બિલ વિરુદ્ધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે દેશવ્યાપી આંદોલનની કરી જાહેરાત

ભારતમાં આ ટોલ પ્લાઝાએ કરી છે બંપર કમાણી

ગુજરાત દરેક ક્ષેત્રમાં પ્રમુખ રહ્યું છે, તો ટોલમાં પાછળ કેવી રીતે રહી જાય! ગુજરાતમાં NH-48 ના વડોદરા-ભરૂચ સેક્શન પર સ્થિત ભરથાણા ટોલ પ્લાઝાએ છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 2019-20થી 2023-24)માં 02,043.81 કરોડ રૂપિયાનો ટોલ વસૂલ કર્યો છે. એટલું જ નહીં પરંતુ માત્ર 2023-24માં 472.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યાર બાદ નંબર આવે છે રાજસ્થાનના શાહજહાંપુર ટોલ પ્લાઝા. જે દિલ્હી અને મુંબઈને જોડતા NH-48 ના ગુડગાંવ-કોટપુતલી-જયપુર સેક્શન પર સ્થિત છે. છેલ્લા પાંચ વર્ષમાં શાહજહાંપુર ટોલ પ્લાઝા પર 1,884.46 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.

5 વર્ષમાં 1000 કરોડથી પણ ટોલ વસૂલ્યો છે આ ટોલ પ્લાઝાએ

કમાણી બાબતે ત્રીજા ક્રમે પશ્ચિમ બંગાળનો જલાધુળાગોરી ટોલ પ્લાઝા આવે છે. આ ટોલ પ્લાધા NH-16 ધનકુની-ખડગપુર વચ્ચે આવેલો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ ટોલ પ્લાઝાએ રૂપિયા 1538.91 કરોડની કમાણી કરી છે. ઉત્તર પ્રદેશના બારાજોર ટોલ પ્લાઝાએ છેલ્લા પાંચ વર્ષમાં 1480.75 કરોડની કમાણી કરી છે. બારાઝોર NH-19 એ ઇટાવા અને તકેરી(કાનપુર)માં આવેલો છે. ભારતનો સૌથી લાંબો હાઈવે શ્રીનગરથી કન્યાકુમારી છે. NH-44 ના પાણીપત-જલંધર સેક્શન પર સ્થિત ઘરૌંડા ટોલ પ્લાઝા કમાણી મામલે પાંચમા ક્રમે આવે છે. આ ટોલ પ્લાઝાએ છેલ્લા પાંચ વર્ષમાં 1,314.37 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ્યો છે.

સૌથી વધારે ટોલ વસૂલતા 10 ટોલ પ્લાઝા

ટોલ પ્લાઝા સ્ટેટ નેશનલ હાઇવે 5 વર્ષનું કલેક્શન (કરોડ રૂપિયામાં)
ભરથાણા ગુજરાત NH 48 2,043.81
શાહજહાંપુર રાજસ્થાન NH 48 1,884.46
જલાધુલાગોરી પશ્ચિમ બંગાળ NH 16 1,538.91
બરાજોર ઉત્તર પ્રદેશ NH 19 1,480.75
ઘરૌંડા હરિયાણા NH 44 1,314.37
ચોર્યાસી ગુજરાત NH 48 1,272.57
ઠિકરિયા/જયપુર રાજસ્થાન NH 48 1,161.19
એલ એન્ડ ટી કૃષ્ણગિરી થોપ્પુર તમિલનાડુ NH 44 1,124.18
નવાબગંજ ઉત્તર પ્રદેશ NH 25 1,096.91
સાસારામ બિહાર NH 2 1,071.36

10 ટોલ પ્લાઝાએ રૂપિયા 13,988.51 કરોડની કમાણી કરી

મહત્વની 10 ટોલ પ્લાઝાની કુલ કમાણીની વાત કરવામાં આવે તો, છેલ્લા 5 વર્ષણાં આ 10 ટોલ પ્લાઝાએ 13,988.51 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મંત્રાયલ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે 2019-20થી 2023-24 માં ભારતના દરેક ટોલ પ્લાઝાએ રૂપિયા 1.93 લાખ કરોડની કમાણી કરી છે. ગયા નાણાકીય વર્ષ એટલે કે 2023-24 માં સૌથી વધારે 55,882 કરોડની કમાણી થઈ હતી. અત્યારે ભારતમાં 1063 ટોલ પ્લાઝા છે, જેમાંથી 457 તો છેલ્લા 5 વર્ષમાં બન્યા છે.

આ પણ વાંચો…Jammu Kashmir ના કઠુઆ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ છુપાયા હોવાની આશંકા

આ ટોલ પ્લાઝા પર કમાણી કરવામાં પાછળ નથી રહ્યાં!

કમાણી મામલે વાત મહત્વના 10 ટોલ પ્લાઝાને બાદ કરતા NH-48 ના ભરૂચ-સુરત વિભાગ પર ચોર્યાસી, રાજસ્થાનમાં NH-48 ના જયપુર-કિશનગઢ સેક્શન પર ઠિકરિયા/જયપુર પ્લાઝા, તમિલનાડુમાં NH-44 ના કૃષ્ણગિરી-થુમ્બીપડી સેક્શન પર L&T કૃષ્ણગિરી થોપ્પુર, ઉત્તર પ્રદેશમાં NH-25 ના કાનપુર-અયોધ્યા સેક્શન પર નવાબગંજ અને બિહારમાં NH-2 ના વારાણસી-ઔરંગાબાદ સેક્શન પર સાસારામ ટોલ પ્લાઝાએ પણ સારી એવી કમાણી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button