નેશનલસ્પેશિયલ ફિચર્સ

સર્દી મેં ગર્મી કા અહેસાસ! લેહમાં ફ્લાઇટો રદ થઇ

લેહનું તાપમાન આ દિવસોમાં ભયજનક છે. ઠંડા લેહમાં, છેલ્લા ઘણા દિવસોથી તાપમાન એટલું ગરમ ​​છે કે ફ્લાઇટ્સ પણ રદ કરવી પડી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ડિગોએ સોમવારે આ પ્રદેશમાં ઊંચા તાપમાનને કારણે લેહ માટેની તેની ફ્લાઈટ્સ રદ કરી હતી.

એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “લેહમાં હવાના પ્રવર્તમાન ઊંચા તાપમાનને કારણે લેહમાં અને ત્યાંથી ઇન્ડિગોની ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે , જે એરલાઇનના નિયંત્રણની બહાર છે.” 27 જુલાઈથી લેહમાં તાપમાન એટલું વધી રહ્યું છે કે અત્યાર સુધીમાં લગભગ 16 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી છે.

લેહ સમુદ્ર સપાટીથી 10,682 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. આબોહવા પરિવર્તન ભારતના ઠંડા રણ ગણાતા લેહ લદાખને સતત અસર કરી રહ્યું છે. ઈન્ડિગોએ સોમવારે આ પ્રદેશમાં ઊંચા તાપમાનને કારણે લેહ માટેની તેની ફ્લાઈટ્સ રદ કરી હતી. તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ગયા બાદ લેહ એરપોર્ટ પર ફ્લાઈટ્સ રદ કરવામાં આવે છે. એરબસના એક વરિષ્ઠ પાયલોટે જણાવ્યું હતું કે જો તાપમાન તે સ્તરને પાર કરે તો તે ઊંચાઈ પર વિમાન ચલાવી શકાય નહીં.

આ પણ વાંચો: પ્રભુ ઇસુ જ્યાં જન્મ્યાં, એ બેથલેહામમાં આજે કોઇને ક્રિસમસ ઉજવવી નથી..

સ્પાઈસજેટના અધિકારીના જણાવ્યા અનુસાર લેહ એરપોર્ટ પર બોઈંગ 737 એરક્રાફ્ટના સંચાલન માટે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. તાજેતરના અઠવાડિયામાં, લેહ પ્રદેશમાં તાપમાન મોટે ભાગે 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે, જેના કારણે ફ્લાઇટ્સ વારંવાર રદ કરવામાં આવે છે. લેહમાં રોજની 15-16 ફ્લાઇટ આવે છે, પણ આજકાલ લેહમાં એટલી ગરમી છે કે ફ્લાઇટ કેન્સલ કરવી પડે છે.

લેહનો વિસ્તાર આજકાલ ભારે ગરમીનો સામનો કરી રહ્યો છે. અહીંનું તાપમાન દિલ્હી કરતા પણ વધારે છે. જુલાઈ મહિનામાં પણ અહીં આકરી ગરમી પડી રહી છે. ફ્લાઇટ સંચાલનની વાત કરીએ તો પ્લેન ઉડાડવા માટે પાયલોટે હવામાન, તાપમાન, હવાનું દબાણ વગેરે પરિબળો પર વિશેષ ધ્યાન આપવું પડે છે.

આ પણ વાંચો: છ મહિના પછી સૈનિકો માટે લેહથી ચાર્ટર્ડ ફ્લાઈટ શરૂ થઈ

જો કંઈપણ વધી જાય, તો કાં તો ફ્લાઇટનું ટેકઓફ મોડું થાય છે અથવા તેને રદ કરવી પડે છે, કારણ કે પાયલટ ગુરુત્વાકર્ષણ બળ સામે લડીને ફ્લાઇટને ઉપર લઇ જાય છે. પાયલોટને એરક્રાફ્ટના વજન પ્રમાણે હવાનું દબાણ જરૂરી છે, જે ગરમ તાપમાનના કારણે નથી મળતું અને પાયલટ વિમાનનું ટેક ઓફ નથી કરી શકતો.

કેટલી આશ્ચર્યની વાત છે કે આશરે 11 હજાર ફૂટની ઉંચાઇ પર આવેલા લેહમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને અહીં ગરમીને કારણે ફ્લાઇટ કેન્સલ કરવી પડી રહી છે. ક્લાઈમેટ ચેન્જના પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ અને જો આપણે નહી ચેતીએ તો પરિણામો વધારે વિનાશકારી હશે.

તાજેતરમાં કેરળના વાયનાડમાં બનેલી ભૂસ્ખલનની ઘટના પણ ક્લાઈમેટ ચેન્જ તરફ જ ઇશારો કરે છે. આપણે આપણી આવનારી પેઢીના ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો…