નેશનલ

Delhi કોચિંગ અકસ્માત મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, કાલે રિપોર્ટ રજૂ કરે પોલીસ, ડીસીપીને હાજર થવા આદેશ

નવી દિલ્હી : દિલ્હીના(Delhi)ઓલ્ડ રાજેન્દ્ર નગર કોચિંગ અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરતી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. આ દરમિયાન અરજદારના વકીલે કહ્યું કે એવું લાગે છે કે આપણે જંગલમાં રહીએ છીએ. જેમાં અરજદારના વકીલને સાંભળ્યા બાદ હાઇકોર્ટે પોલીસ અને એમસીડીને આડે હાથે લીધી છે. તેમજ પોલીસને આ સમગ્ર દુર્ઘટનાનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો અને દબાણ દૂર કરવા પણ જણાવ્યું છે. આ ઉપરાંત અદાલતે દિલ્હી પોલીસના ડીસીપીને અદાલતમાં હાજર થવા હુક કર્યો છે.

આટલું બધું પાણી કેવી રીતે એકઠું થયું

ન્યાયાધીશે કહ્યું, અહીં 100 વર્ષ જૂનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેને કોઈપણ નિયમો વગર બનાવવાની મંજૂરી આપવામાં આવી રહી છે. પોલીસ શું કરી રહી છે તપાસ? હજુ સુધી કોણ પકડાયું છે? શું પોલીસની જાણ વગર ગેરકાયદે બાંધકામો અને અન્ય પ્રવૃતિઓ થાય છે? દરેક વ્યક્તિ એકબીજાને ખો આઆપી રહ્યો છે. શું પોલીસ MCD અધિકારીઓની ભૂમિકાની તપાસ કરી રહી છે? ત્યાં આટલું બધું પાણી કેવી રીતે એકઠું થયું?

એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહને કહ્યું કે સરકારે પહેલા સુવિધા વિકસાવવી જોઈએ અને પછી બાંધકામની મંજૂરી આપવી જોઈએ. અહીં આવું કંઈ નથી થઈ રહ્યું. માત્ર અમર્યાદિત બાંધકામ ચાલી રહ્યું છે. બિલ્ડીંગ નિર્માણના નિયમો હળવા કરવામાં આવ્યા છે.

કમિશનરને તે વિસ્તારમાં જાતે જવાનો નિર્દેશ

ન્યાયાધીશે કહ્યું, ડ્રેનેજની જગ્યાએ આખું બજાર આવી ગયું છે. સરકાર અને MCD આ વાત જાણે છે, પરંતુ તે વિશે વાત પણ નથી કરી રહી. જો ગટર તૂટી ગઈ હોય તો તેનું સમારકામ થઈ શકતું નથી. બધું જ એટલું જટિલ બનાવી દેવામાં આવ્યું છે કે MCDને પોતે જ તેને કેવી રીતે સુધારી શકાય તેની કોઈ જાણકારી નથી. કોઈએ જવાબદારી લેવી પડશે. અમે એમસીડી કમિશનરને તે વિસ્તારમાં જાતે જવાનો નિર્દેશ આપીએ છીએ.

ગૃહ મંત્રાલયને પૂછવું પડશે કે દિલ્હીને કેવી રીતે ચલાવવામાં આવશે

જો પોલીસ યોગ્ય તપાસ નહીં કરે તો અમે કેસ સીબીઆઈને સોંપીશું. દિલ્હીમાં MCD,જલ બોર્ડ અને PWD છે. કોની જવાબદારી શું છે તે ખબર નથી. કદાચ આપણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પૂછવું પડશે કે દિલ્હીને કેવી રીતે ચલાવવામાં આવશે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?