ટોપ ન્યૂઝનેશનલ

કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાનની અરજી હાઇ કોર્ટે ફગાવી…

બેંગલુરુ: કર્ણાટક હાઈ કોર્ટે નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને સામે સીબીઆઈના અપ્રમાણસર સંપત્તિના કેસને રદ કરવાની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી. આજે કોર્ટે તપાસ પરનો વચગાળાનો સ્ટે હટાવી લીધો હતો અને એજન્સીને 3 મહિનામાં તપાસ પૂર્ણ કરીને અંતિમ અહેવાલ સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ કે નટરાજને કહ્યું હતું કે આ એમ પણ અરજી કરવામાં ઘણો વિલંબ થયો છે.

એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું હતું કે સીબીઆઈની 90 ટકા તપાસ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વચગાળાના સ્ટેને કારણે તે આગળ વધી શક્યા નથી, આ સ્ટે કર્ણાટક હાઈ કોર્ટ દ્વારા 12 જૂનના રોજ આપવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2020માં કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો કે 2013 અને 2018 વચ્ચે તેમની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે શિવકુમારની સંપત્તિ 34 કરોડ રૂપિયાથી લગભગ પાંચ ગણી વધી છે. આ સમયગાળા દરમિયાન તેમની સંપત્તિ વધીને 163 કરોડ રૂપિયા થઈ ગઈ.

કેસ નોંધાયા બાદ શિવકુમારે કહ્યું હતું કે તે તેમની વિરુદ્ધ ભાજપની વેરવૃત્તિની ભાવનાથી રાજનીતિ રમી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને આવકવેરા વિભાગ દ્વારા પણ આ કેસની તપાસ કરવામાં આવી હતી. નોંધનીય છે કે EDએ 2019માં મની લોન્ડરિંગ કેસમાં શિવકુમારની ધરપકડ કરી હતી અને દિલ્હી હાઈ કોર્ટે તેમને એક મહિના પછી જામીન આપ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker