હેં! કર્જમાં ડૂબેલો છે અંબાણી પરિવારનો આ સદસ્ય…
હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા ને? દેશના જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓમાં જે પરિવારની ગણતરી થાય છે, એ પરિવારનો કોઈ સભ્ય કર્જમાં ડૂબી જાય એ વાત જ કઈ રીતે શક્ય છે? અબજો રૂપિયાની સંપતિ અને વિવિધ બિઝનેસ પર પ્રભુત્વ ધરાવતા આ પરિવારનો કોઈ સભ્ય દેવામાં ડૂબે એ વાત જ સાંભળવામાં ખૂબ જ વિચિત્ર છે, પણ એકદમ હકીકત છે.
જી હા, દેશના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પ્રિન્સેસ ઈશા અંબાણી છે આ દેવાદાર સભ્ય. ઈશાની કંપની રિલાયન્સ રિટેલ પર કરોડો રૂપિયાનું દેવું છે. પણ હાલમાં જ આ કંપનીએ ખૂબ જ ઝડપથી વિસ્તાર કરી રહી છે અને આ જ કારણ છે કે કંપની પર કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું છે. જોકે RILમાં સૌથી વધુ પ્રોફિટ પણ રિલાયન્સ રિટેલને થયો છે.
ઈશાએ 2022-23ના નાણાંકીય વર્ષ દરમિયાન બેંક પાસેથી આશરે રૂપિયા 32,303કરોડની લોન લીધી હતી. જેમાંથી 19,243 કરોડ રૂપિયા નોન કરન્ટ, લોન્ગ ટર્મ, બોરોઈંગ કેટેગરીના હતા. એના એક વર્ષ પહેલાં એટલે કે 2021-22માં રિલાયન્સ રિટેલ પર બેંકનું કુલ દેવું 1.74 કરોડ રૂપિયા હતું અને એક જ વર્ષમાં જ તેમના દેવામાં 73 ટકાનો વધારો થયો હતો.
રિલાયન્સ રિટેલ લિમિટેડે પોતાની હોલ્ડિંગ કંપની રિલાયન્સ વેન્ચર્સ લિમિટેડ પાસેથી પણ લોન્ગ ટર્મ ડેટના રૂપમાં આશરે 13,304 કરોડ રૂપિયા લીધા છે. છેલ્લાં એક વર્ષમાં રિલાયન્સ રિટેલ લિમિટેડે 3,300થી વધુ નવા આઉટલેટ ખોલી દીધા હતા અને આ રીતે માર્ચ, 2023 સુધીમાં કંપનીના કુલ આઉટલેટની સંખ્યા વધીને 18,000નો આંકડો વટાવી ચૂકી છે.