ટોપ ન્યૂઝનેશનલ

દેશના અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન…

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાનું આગમન નિર્ધારીત સમય કરતાં વહેલું થયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસાના કારણે દેશના વિવિધ વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડ્યો છે. આજે પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદનો અંદાજ છે.

  • હવામાન વિભાગ મુજબ, 28 મે થી 2 જૂન દરમિયાન કેરળ, કોસ્ટલ કર્ણાટકમાં કેટલીક જગ્યા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના કેટલાક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત 40-50 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
  • આગામી 5 દિવસ સુધી તટીય આંધ્ર પ્રદેશ, રાયલસીમા અને તેલંગામામાં ગાજવીજ અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈકલમાં આજથી 2 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે.
  • આજે અને આવતીકાલે ગુજરાતમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે મહારાષ્ટ્રમાં કેટલાક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
  • આજથી 2 જૂન સુધી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આજે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વરસાદની આગાહી છે. હિમાચલ પ્રદેશમાં કરા પડી શકે છે. તેમજ ઉત્તરાખંડમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી છે.
  • 28 અને 29 મેના રોજ આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી છે. 31 મે સુધી વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદનો અંદાજ છે.
  • 2 જૂન સુધી અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી છે.

જૂનમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે
દેશના મોટાભાગના રાજ્યોમાં જૂનમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ચોમાસાની સીઝનમાં બીજા તબક્કાનું પૂર્વાનુમાન જાહેર કરીને જણાવ્યું કે, જૂનમાં લાંબા ગાળાનો સરેરાશ વરસાદ 166.9 મિમી હોય છે. આ વખતે 108 ટકા એટલે કે સરેરાશથી વધારે થવાની આશા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના જણાવ્યા મુજબ, આગામી મહિને મોટાભાગના હિસ્સામાં સામાન્યથી વધારે વરસાદ થવાની આશા છે. જોકે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તાર, ઉત્તર-પશ્ચિમ તથા પૂર્વોત્તરમાં કેટલીક જગ્યાએ સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button