નવી દિલ્હી: ઝારખંડની રાજનીતિને લઈને એક મોટા સમાચાર રાંચીથી આવી રહ્યા છે. ઝારખંડના આગામી મુખ્યમંત્રી હેમંત સોરેન બનશે. રાંચીમાં આયોજિત INDI ગઠબંધનના ધારાસભ્યોની બેઠકમાં તેમને પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જો કે હવે તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. આજે મળેલી બેઠકમાં ચંપાઈ સોરેન, કલ્પના સોરેન અને ઝારખંડ કોંગ્રેસના પ્રભારી સહિત ભારતના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
હેમંત સોરેન રાંચીમાં INDIA ગઠબંધનના ધારાસભ્યોની સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકને લઈને હાલ પ્રાપ્ત તહી રહેલી વિગતો અનુસાર હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી બની શકે છે. આજની બેઠકમાં તેમને ગઠબંધનના પક્ષના નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે. જો કે આ હવે ટૂંક જ સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. આ જાહેરાત બાદ તેઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન હાલમાં પુડુચેરીમાં છે જો કે આજે સાંજ સુધીમાં તેઓ રાંચી આવશે.
આ પન વાચો : ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા
હેમંત સોરેનની આજે મળેલી આ હાઇલેવલ બેઠકમાં મુખ્યમંત્રી ચંપાઈ સોરેન, ઝારખંડ કોંગ્રેસ પ્રભારી ગુલામ અહેમદ મીર અને પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા છે. ગુલામ અહેમદ મીર અને પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુરની હેમંત સોરેન સાથેની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે. કલ્પના સોરેન, ઈરફાન અંસારી સહિત ઝામુમો (JMM), કોંગ્રેસ, RJD સહિત સત્તાધારી INDI ગઠબંધનના તમામ ધારાસભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. હવે ટૂંક સમયમાં હેમંત સોરેનને પાર્ટીના નેતા તરીકે જાહેર કરવામાં આવી શકે છે.