નેશનલમનોરંજન

ફિલ્મમેકર રંજીથે પુરુષોનું પણ જાતીય શોષણ કર્યું! કેરલ પોલીસે વધુ એક ફરિયાદ નોંધી…

કોચી: જસ્ટિસ હેમા કમિટીનો રીપોર્ટ(Hema committee report) બહાર આવ્યા બાદ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી(Malayalam Film Industry)માં ખળભળાટ વ્યાપી ગયો છે. બંગાળી અભિનેત્રી સાથે દુર્વ્યવહારના આરોપમાં કેરળ પોલીસે મલયાલમ ફિલ્મમેકર અને સ્ક્રિન રાઈટર રંજીથ(Ranjith)પર કેસ નોંધ્યો છે, ત્યાર બાદ હવે રંજીથ પર વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. કોઝિકોડ (Kozhikode) સ્થિત એક પુરુષે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2012 માં રંજીથે તેને કપડા ઉતારવા દબાણ કર્યું હતું અને તેની જાતીય સતામણી કરી હતી.

33 વર્ષીય પીડીતે એક અખબારને જણાવ્યું કે તેણે કેરળ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના મહિલા અધિકારીઓ સાથે ફોન પર વાત કરી છે અને રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ શૈક દરવેશને ઈમેલ દ્વારા સત્તાવાર ફરિયાદ મોકલી છે.

આ પણ વાંચો : Malayalam Film industry: પોલીસે વધુ એક દિગ્ગજ એક્ટર સામે બળાત્કારનો કેસ નોંધ્યો

પીડીતે આરોપ લગાવ્યો કે તે ડિસેમ્બર 2012માં કોઝિકોડમાં ફિલ્મ ‘બવુત્તિયુડે નમાથિલ’ના શૂટિંગ દરમિયાન રંજીથના સંપર્કમાં આવ્યો હતો. જ્યારે ફિલ્મમાં રોલ માટે પૂછવામાં આવ્યું ત્યારે રંજીથે તેનો મોબાઈલ નંબર ટિશ્યુ પેપર પર લખ્યો અને તેને થોડા દિવસોમાં મેસેજ કરવા કહ્યું.

પીડિતે કહ્યું કે “જ્યારે મેં તેને થોડા દિવસો પછી મેસેજ કર્યો, ત્યારે તેણે મને બેંગલુરુની એક ફાઇવ સ્ટાર હોટેલમાં આવવા કહ્યું. જ્યારે હું ચોથા માળ પર આવેલા રૂમમાં પ્રવેશ્યો ત્યારે તે એકલો હતો અને દારૂ પી રહ્યો હતો. તેણે મને દારૂની ઓફર કરી હતી, મેં શરૂઆતમાં ના પાડી હતી કારણ કે મેં પહેલાં ક્યારેય દારૂ પીધો ન હતો. પરંતુ તેણે આગ્રહ કર્યો અને હું ના કહી શક્યો નહીં. હું તે જ સમયે ખૂબ જ નર્વસ હતો.”

તેણે કહ્યું કે “પછીથી તેનો અભિગમ બદલાઈ ગયો. તેણે મારું બોડી જોવું છે એમ કહીને મને કપડા ઉતારવા દબાણ કર્યું અને પછી તેણે મારા કેટલાક ફોટા લીધા. તે પછી, તેણે મારી સાથે જાતીય સતામણી કરી. તેણે મારી સાથે જે કર્યું તે અત્યંત ભયંકર હતું અને હું તેનું વર્ણન કરી શકું એમ નથી.”

પીડીતે દાવો કર્યો આ ઘટના પછી, તેણે રંજીથને પૂછપરછ કરવા માટે બે વાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના કૉલ્સ અને મેસેજનો કોઈ રીપ્લાય ન આવ્યો.

પીડીતે દાવો કર્યો કે તેણે જસ્ટીસ હેમા કમિટી અહેવાલ બહાર આવ્યા બાદ અને બંગાળી અભિનેત્રી દ્વારા રંજીથ સામે ઉઠાવવામાં આવેલા આરોપોને બાદ સામે આવવાનું નક્કી કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button