Jammu Kashmir માં ભારે હિમવર્ષા, ચિલ્લે કલાં ની ઝપેટમાં, જુઓ Video
શ્રીનગરઃ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં થઈ રહેલી હિમવર્ષાએ દેશના વાતાવરણમાં બદલાવ લાવી દીધો છે. જેમાં
જમ્મુ કાશ્મીરમાં(Jammu Kashmir)રાતભર હિમવર્ષા બાદ રાત્રિના તાપમાનમાં ફેરફાર થયો છે. જોકે તાપમાનનો પારો હજુ પણ શૂન્યથી નીચે છે. જ્યારે હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે કાશ્મીર સહિત જમ્મુ વિભાગના પર્વતીય વિસ્તારોમાં નોંધપાત્ર હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. જમ્મુ વિભાગના મેદાની વિસ્તારોમાં બે દિવસ સુધી ભારે વરસાદની પૂરેપૂરી શક્યતા છે.
ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.5 ડિગ્રી
હવામાન વિભાગે જણાવ્યું હતું કે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આગલી રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 2.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરમાં ‘સ્કીઇંગ’ પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
કુપવાડામાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.3 ડિગ્રી
દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં લઘુત્તમ તાપમાન વધીને માઈનસ 1.4 ડિગ્રી સેલ્સિયસ થયું હતું, જ્યારે આગલી રાત્રે તે માઈનસ 3.2 ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે પમ્પોરના કોનીબલમાં માઈનસ 1.0 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના કુપવાડામાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
કાશ્મીર ‘ચિલ્લે કલાં’ની ઝપેટમાં
કાશ્મીર હાલમાં 21 ડિસેમ્બરથી શરૂ થયેલી તીવ્ર ઠંડીના સમયગાળા ‘ચિલ્લે કલાં’ની ઝપેટમાં છે. ‘ચિલ્લે કલાં’ના 40 દિવસના સમયગાળા દરમિયાન હિમવર્ષાની સંભાવના સૌથી વધુ છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ‘ચિલ્લે કલાં’ 30 જાન્યુઆરીએ સમાપ્ત થશે. પરંતુ શીત લહેર ચાલુ રહેશે. ચિલ્લે કલાં ના 40 દિવસ પછી, 20 દિવસ ‘ચિલ્લા-એ-ખુર્દ’ અને 10 દિવસ ‘ચિલ્લા-એ-બચ્ચા’ હશે જ્યારે ખીણમાં ઠંડી ધીમે ધીમે ઓછી થશે.